Get The App

ગુજરાતના 13 જિલ્લામાં 'લૂ'નું એલર્ટ, ત્રણ-ચાર દિવસ તાપમાન 40 ડિગ્રીને પાર થવાની શક્યતા

Updated: Mar 9th, 2025


Google News
Google News
ગુજરાતના 13 જિલ્લામાં 'લૂ'નું એલર્ટ, ત્રણ-ચાર દિવસ તાપમાન 40 ડિગ્રીને પાર થવાની શક્યતા 1 - image


Gujarat Weather Forecast : ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં 'લૂ'નું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં જાહેર કરાયુ ગરમીનું એલર્ટ.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે. 

આવતીકાલે આ 13 જિલ્લામાં હીટવેવની આગાહી

રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 3-4 દિવસ દરમિયાન 40-42 ડિગ્રી મહતમ તાપમાનમાં રહેવાની શક્યતા છે. જ્યારે લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે (10 માર્ચ, 2025)ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરત, વલસાડ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

11 માર્ચની આગાહી

રાજ્યમાં આગામી 11 માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણે ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વડોદરા, સુરત અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.

12 માર્ચની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો હાઈ રહેવાની સંભાવના છે, ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને વડોદરા જિલ્લામાં હીટવેવની આગાહી છે.

આ પણ વાંચો: સુરત શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, સર્વેનો રિપોર્ટ આવ્યો સામે

હીટવેવની અસર

રાજ્યમાં આગામી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હીટવેવના કારણે શું અસર થાય છે તે જાણીએ. હીટવેવમાં ઉચ્ચ તાપમાન, લાંબા સમય સુધી સુર્યપ્રકાશના સંપર્કમાં રહેલા અથવા ભારે કામ કરતા લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે. જેમાં નબળા લોકો સહિત બાળકો, વૃદ્ધો ક્રોનિક રોગ ધરાવતા લોકોમાં આરોગ્યની ચિંતા રહે છે.

હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?

- ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.

- તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.

- પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.

આ પણ વાંચો: અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટીનો વીડિયો વાઈરલ, 3 નબીરાઓની અટકાયત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મહતમ-લઘુતમ તાપમાન

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રોજકોટમાં 39.3 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 17.8 લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદમાં 38.2 ડિગ્રી, ગાંધીનગરમાં 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી, વડોદરામાં 37.6 ડિગ્રી, સુરતમાં 37.2 ડિગ્રી, રાજકોટમાં 39.3 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે. 

જ્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી, અમદાવાદ 21 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 22.4 ડિગ્રી, રાજકોટમાં 20.6 ડિગ્રી, વડોદરામાં 20.6 ડિગ્રી, અમરેલીમાં 19.8 ડિગ્રી, ભાવનગરમાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 

Tags :
imd-ahmedabad-forecastahmedabadGujaratHeat-wave

Google News
Google News