રખડતાં ઢોરને લઈ સુનાવણીઃ હાઈકોર્ટે કહ્યું, સરકાર કે તંત્રની કોઈ એક્શન ગ્રાઉન્ડ પર દેખાતી નથી

તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી છે અને વાસ્તવિકતા કંઈક જુદી જ છેઃ હાઈકોર્ટ

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
રખડતાં ઢોરને લઈ સુનાવણીઃ હાઈકોર્ટે કહ્યું, સરકાર કે તંત્રની કોઈ એક્શન ગ્રાઉન્ડ પર દેખાતી નથી 1 - image



અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. (stray cattle)રસ્તામાં વાહનચાલકો અને રાહદારીઓને રખડતાં ઢોરની અડફેટે આવતાં ઈજાગ્રસ્ત થવું પડે છે અથવા તો મોતની ઘટના સામે આવે છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરીને સરકારની ઝાટકણી કાઢી છે. (Gujarat High court) આ મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, ખરાબ રસ્તા અને રખડતા ઢોરના મુદ્દે કોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારે નિર્દેશ કર્યાં છે. આ મામલે હજી પણ માત્ર અને માત્ર કાગળ પર જ કામ થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની એક્શન જોવા મળી નથી. 

ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફર્ક નથી

અરજદારની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે તંત્રની કેટલીક કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. કેટલીક બાબતેને લઈને કોર્ટે કહ્યું હતું કે, ખરાબ રસ્તા અને રખડતા ઢોરને લઈને કેટલીક બાબતે હજી સુધી અમલી બની નથી જેનો અમલ થવો જોઈએ. રાજ્ય સરકારે નવી કેટલ પોલિસી અંગે વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. (Amc) જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલિસી અને ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં તફાવત છે. તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી પણ વાસ્તવિક હકીકત જુદી જ છે. ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફેર પડ્યો નથી. 

સરકાર અને AMCની પોલિસીની અમલવારીમાં સમસ્યા

હાઈકોર્ટે કહ્યું હતું કે, તંત્રને ખખડાવામાં રસ નથી પણ જાહેર હિતમાં રસ છે.શહેરના મણિનગર, નેહરુનગર, ઈસનપુરમાં રખડતા ઢોરની સ્થિતિ નિયંત્રણ બહાર છે. નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિ પણ જુઓ.સુનાવણી દરમિયાન નડિયાદ નગરપાલિકાની હદમાં પણ રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાયો હતો. જેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અરજદાર સંતુષ્ટ ન હોય તો સૂચનો આપી શકે છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, અરજદાર પાસે સૂચનો હોય તો આપે નહીંતર અમે અમારી રીતે ઓર્ડર પાસ કરીશું. રાજ્યના ચીફ સેક્રેટરીએ આ સંદર્ભમાં એફિડેવિટ ફાઈલ કરી નથી. અંડર સેક્રેટરી અને ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ ફાઈલ કરી છે.જો રાજ્યના ચીફ સેક્રટરી અને AMC કમિશનર એફિડેવિટ ફાઈલ કરે તો નીચલા અધિકારીઓની હિંમત નથી કે તેમના ઓર્ડરનું પાલન ન થાય. સરકાર અને AMCની પોલિસીની અમલવારીમાં સમસ્યા છે. 



Google NewsGoogle News