ધારાસભ્ય અને અધિકારીઓની આ ફરિયાદ પર CM ભૂપેન્દ્ર પટેલે કરી ટકોર, કહ્યું- '...કામ કરવાનું જ છે'
Health Program for Journalists : અમદાવાદ રેડક્રોસ ભવન ખાતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે 'ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા' પ્રોગ્રામનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પત્રકારોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પ્રોગ્રામનું શુભારંભ કર્યું. આ દરમિયાન અધિકારીઓના ટ્રાન્સફરને લઈને પણ ચર્ચા કરી હતી. પત્રકારોના હેલ્થ ચેક-અપ માટે આ પ્રકારનો કાર્યક્રમ દર વર્ષે યોજાઈ છે.
ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'આ પ્રોગ્રામ હેઠળ પત્રકારના આરોગ્યની તપાસ કરાશે. ઘણી વખત કેટલાક અધિકારીઓ ધારાસભ્યની અને ક્યારેક ધારાસભ્ય અધિકારીઓની ફરિયાદ કરતા હોય છે. જેમાં ટ્રાન્સફર કરીએ તો ત્યા પણ કોઈ ચૂંટાયેલા સભ્યો તો હશે. જ્યારે ચૂંટાયેલા સભ્યને બીજા કેવા અધિકારી મળે તે કોને ખબર, આમ આપણે આવી જ પરિસ્થિતિમાં કામ કરવાનું છે તો, પદ્ધતિ એવી બનાવો કે કોઈને સ્ટ્રેસ ન આવે અને શાંતિથી કામ થાય.'
રેડક્રોસ સોસાયટીના ચેરમેને શું કહ્યું?
રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું કે, 'પત્રકારોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું. જ્યારે રાજ્યમાં હાલ 28 બ્લડ બેંક કાર્યરત છે. જેમાં એક કલાકની અંદરમાં જ બ્લડ ટેસ્ટનો રિપોર્ટ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં સમગ્ર દેશમાં 10 હજાર જેટલા સ્ટોર ખોલવામાં આવશે.'
કાર્યક્રમાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં મળતી જેનરીક દવાઓની ઉપયોગીતા વિશે જણાવ્યું. જન ઔષધી જેવી કેન્દ્રમાં મળતી દવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંચાર માધ્યમોને અપીલ કરી. જ્યારે માહિતી નિયામક કે.એલ.બચાણીએ રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે શરુ કરાયેલા રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનીંગ કાર્યક્રમનો મહત્તમ પત્રકારો અને મીડિયા કર્મીઓ લાભ મેળવશે તેવી આશા વ્યક્ત કરી.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર