કૃષ્ણનગરમાં યુવતીને તું મારી સાથે નહી બોલે તો મારી નાંખીશ કહી ધમકી આપી

લાલદરવાજા ગઇ તો કહ્યું મારા બાઇક ઉપર બેસી જા જ્યાં જવું હશે ત્યાં છોડી દઇશ

બીજા છોકરા સાથે બોલે છે, ચાકુ બતાવી ધમકી આપી

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
કૃષ્ણનગરમાં યુવતીને તું મારી સાથે નહી બોલે તો મારી નાંખીશ કહી ધમકી આપી 1 - image


કૃષ્ણનગરમાં રહેતી યુવતીને મારી બાઇક પાછળ બેસી જા તારે જ્યાં જવુ હશે ત્યાં લઇ જઇશ કહીને પૂર્વ મિત્રે પીછો કર્યો હતો. આ રીતે અવાર નવાર યુવતીની છેડતી કરી હતી. એટલું જ નહી મોડી સાંજે  યુવતી દવા લેવા જતી હતી ત્યારે કૃષ્ણનગરમાં તેને રોકીને તું મારી સાથે નહીં બોલે તો તને જહું જાનથી મારી નાંખીશ તેવી ધમકી અને ગાળો બોલી યુવક ભાગી ગયો  હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે છેડતી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તું મારી સાથે કેમ મિત્રતા રાખતી નથી બીજા છોકરા સાથે બોલે છે, ચાકુ બતાવી ધમકી આપી ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કૃષ્ણનગરમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની યુવતીએ સૈજપુરમાં રહેતા યુવક સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવી છે કે કોરોના સમયમાં યુવતીના ફલેટમાં  આરોપી ભાડેથી રહેવા આવ્યો હોવાથી યુવતી તેને ઓળખતી હતી અને છેલ્લા પાંચ વર્ષથી તેઓ એક બીજા સાથે વાત કરતા હતા. બાદમાં યુવક બીજે રહેવા જતો રહ્યો હોવાથી બંને વચ્ચે વાતચીત બંધ થઇ ગઇ હતી. તા.૨૯ના રોજ યુવતી બહેનપણી સાથે ખરીદી કરવા લાલદરવાજા ગઇ હતી. ત્યારે  યુવક રસ્તામાં મળ્યો હતો અને કહ્યું હતું કે, મારા બાઇક પાછળ બેસી જા તારે જ્યાં જવું હશે ત્યાં હું તને છોડી દઇશ. પરંતુ યુવતીએ ના પાડી હતી. 

જેથી યુવકે પાછળ પીછો કરી પહોંચી ગયો હતો. અને બાદમાં તુ મારી સાથે કેમ મિત્રતા રાખતી નથી તું કોઇ બીજા છોકરા સાથે બોલે છે કહીને દબાણ કર્યો હતો. ત્યારબાદ રાતાના સમયે યુવતી દવા ખરીદી કરવા ગઇ હતી. ત્યારે તેની પાછળ આરોપી પહોંચી ગયો હતો અને તુ મારી સાથે નહીં બોલે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.



Google NewsGoogle News