Get The App

'છેલ્લા દિવસે ભીડ થશે તો...' પોલીસ ભરતી પ્રક્રિયા પર હસમુખ પટેલની ઉમેદવારોને અપીલ

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
'છેલ્લા દિવસે ભીડ થશે તો...' પોલીસ ભરતી પ્રક્રિયા પર હસમુખ પટેલની ઉમેદવારોને અપીલ 1 - image


Police Recruitment 2024: ગુજરાત પોલીસમાં લોકરક્ષક અને PSI સહિતની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે ત્યારે આજે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને ઉમેદવારોને ઝડપથી ફોર્મ ભરવા અપીલ કરી છે.

ગુજરાત પોલીસમાં બમ્પર ભરતી બહાર પડી

ગુજરાતમાં પોલીસમાં બમ્પર ભરતી બહાર પડી છે. પોલીસની વિવિધ કેડરની કુલ 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ચાલુ છે. ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ  ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ વચ્ચે આજે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે 'ભરતીનું ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો ઝડપથી ફોર્મ ભરે છેલ્લા દિવસે ભીડ થશે તો કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં આવશે નહીં.'

ચોથી એપ્રિલથી અરજી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી

નોંધનીય છે કે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા 2024ની ચોથી એપ્રિલથી અરજીની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવું આવશ્યક છે. SIની પોસ્ટ માટે અરજી કરવા માટે, વ્યક્તિએ ગ્રેજ્યુએશન પાસ કર્યું હોવું જોઈએ. પોસ્ટ અનુસાર વય મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. આ સાથે તમામ અનામત શ્રેણીઓને વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. કોન્સ્ટેબલ માટે 18 વર્ષથી 33 વર્ષ છે જ્યારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર- 21 વર્ષથી 35 વર્ષ વય મર્યાદા છે.

+

'છેલ્લા દિવસે ભીડ થશે તો...' પોલીસ ભરતી પ્રક્રિયા પર હસમુખ પટેલની ઉમેદવારોને અપીલ 2 - image


Google NewsGoogle News