સટ્ટા બેટિંગ -ડબ્બા ટ્રેડીગના હવાલાના રૂપિયા હર્ષિત જૈન દુબઇ મોકલતો હતો

દીપક ઠક્કરની પ્રાથમિક પુછપરછમાં મોટા ખુલાસા થયા

ડબ્બા ટ્રેડીંગ નેટવર્ક દેશના મોટા શહેરોમાં જોડાયેલું હોવાની શક્યતાઃ અન્ય એજન્સીઓ પણ દીપક ઠક્કરની પુછપરછ કરશે

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News

321.021x482.396 (Original: 183સટ્ટા બેટિંગ -ડબ્બા ટ્રેડીગના હવાલાના રૂપિયા હર્ષિત જૈન દુબઇ મોકલતો હતો 1 - imageઅમદાવાદ,સોમવાર

માધુપુરામાંથી પકડાયેલા ૨૩૦૦ કરોડ રૂપિયાના ડબ્બા ટ્રેડીંગ અને ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો મુખ્ય મુખ્ય માસ્ટર માઇન્ડ હર્ષિત જૈન અંગે સ્ટેટ મોનીટરીંગ સેલને હજુ કોઇ કડી મળી નથી.સટ્ટા બેટિંગ -ડબ્બા ટ્રેડીગના હવાલાના રૂપિયા હર્ષિત જૈન દુબઇ મોકલતો હતો 2 - image પરંતુડબ્બા ટ્રેડીંગના મુખ્ય માસ્ટર માઇન્ડ દીપક ઠક્કરની પ્રાથમિક પુછપરછમાં એસએમસીના અધિકારીઓને અનેક મહત્વની માહિતી મળી છે.  હર્ષિત જૈનનું મુખ્ય કામ  ડબ્બા ટ્રેડીંગ અને સટ્ટા બેટિંગના નાણાં હવાલાથી દુબઇ મોકલવાનું હતું. જેના બદલામાં તેને કરોડો રૂપિયાનું કમિશન મળતું હતું. 

માધુપુરામાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગ સટ્ટા બેટીંગના કૌભાંડના મુખ્ય આરોપી હર્ષિત જૈન અંગે કોઇ એસએમસીના અધિકારીઓને નક્કર કડી મળી ન હોવાથી કેસને લગતી અનેક વિગતોને લઇને પોલીસ અધિકારીઓ મુંઝવણમાં હતા. જો કે ડબ્બા ટ્રેડીંગના કૌભાંડનો કિંગ દીપક ઠક્કર ગુજરાત પોલીસના હાથમાં આવતા કેસને લગતી અનેક બાબતોના કડીઓ ઉકેલાશે તેવી આશા જાગી છે. દીપક ઠક્કરની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેના દ્વારા ગુજરાતમાં ચલાવવમાં આવતા ડબ્બા ટ્રેડીંગના કૌભાંડના નાણાં દુબઇ મોકલવા માટેની ચેઇન  હર્ષિત જૈન ચલાવતો હતો.

જ્યારે દુબઇમાં રહીને મહાદેવ બુકી સાથે મળીને દેશમં સૌથી મોટું ક્રિકેટ સટ્ટા કૌભાંડ ચલાવતા અમિત મજેઠિયા માટે હર્ષિત જૈન ખાસ વ્યક્તિ હતો.  ગુજરાતના તેના સટ્ટા બેટિંગના તમામ નાણાં હવાલાથી દુબઇમાં મોકલવાની જવાબદારી હર્ષિત જૈનની હતી. આમ, હર્ષિત જૈન, દીપક ઠક્કર અને અમિત મજેઠિયા સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ છે. જેથી હર્ષિત જૈન અને અમિત મજેઠિયાને રેડ કોર્નર નોટીસના આધારે ભારત લાવીને ઝડપથી પુછપરછ કરી શકાય તે માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થાનિક એજન્સીઓની મદદ માંગી છે. આ ઉપરાંત, દીપક ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થતા અન્ય એજન્સીઓ પણ તેની પુછપરછ કરશે.

 


Google NewsGoogle News