રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોની દિવાળી સુધરશે: દિવાળી પહેલા જ મળશે પગાર
અમદાવાદ,તા. 12 ઓક્ટોબર 2022, બુધવાર
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે. રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા. 1 ,2 તારીખે પગાર થતો હોય છે. જે હવે આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. આ નિર્ણયથી છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ એડવાન્સમાં મળી જશે.
- રાજ્ય સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર
- દિવાળી નિમિત્તે સરકાર મહત્તમ 3500 રુપીયાની મર્યાદામા ચુકવશે બોનસ
- સરકારના નાણા વિભાગે ઠરાવ બહાર પાડયો
ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરશે
રાજ્ય સરકારનાં આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.