દિલ્હી સ્વામીનારાયણ અક્ષરધામમાં "ગુરુહરીવંદના" સમારોહ ઉજવાયો
મહંતસ્વામીમહારાજની 91મી જન્મજંયતિનો પ્રતિકાત્મક સમારોહ પણ યોજવામાં આવ્યો
આપ્રસંગે દિલ્લી ઉપરાંત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પુણેમાંથી આવેલા શ્રદ્ધાળુઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા
નવી દિલ્હી, રવિવાર
દિલ્હી સ્થિત સ્વામિનારાયણઅક્ષરધામમાં "ગુરુહરીવંદના" સમારોહ ભક્તિભાવ પૂર્વક યોજવામાં આવ્યો હતો. જેમા બીએપીએસના વડા અને ગુરૂહરી મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપૂર્ણ ગુરૂ પંરપરાને શ્રદ્વાજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દિલ્હી ઉપરાંત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પુણેથી આવેલા હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મહંતસ્વામીમહારાજની 91મી જન્મજંયતિનો પ્રતિકાત્મક સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.
મહંતસ્વામી મહારાજ 13મી સપ્ટેમ્બરના રોજ તેમના આયુષ્યના 92માં પ્રવેશ કરશે. જેને ગુરુવંદના સમારોહ ગણાવ્યો હતો. આ પ્રસંગે શ્રૂતિપ્રિયદાસજી સ્વામીએ 'લૌકિકવિષયોપ્રત્યેઅનાસક્તિ' પર વકત્વ્ય આપતા કહ્યું કે મહંતસ્વામી મહારાજના જીવનમાં ભગવાન જ સર્વસ્વ છે. તેઓ તમામ પદાર્થો અને પંચ વિષયોથી અનાશક્ત છે. જ્યારે બ્રહ્યવત્સલ સ્વામીએ કહ્યું કે સુખ દુખ માન અપમાન, જય પરાજય માનવ જીવનના અંગ છે.આ તમામ પરિસ્થિતિમાં સમાન રહેવાની પ્રેરણા મહંતસ્વામી મહારાજ પાસેથી મળે છે. તે સદાય સ્થિર રહે છે અને ભક્તોને સ્થિર રાખે છે. ગુરુ પ્રત્યે દાસત્વ ભક્તિ જ મુક્તિનો માર્ગ છે. જ્યારે સંસ્થાના વરિષ્ઠ સંત વિવેકસાગરસ્વામી અને ઇશ્વરચરણ સ્વામીએ મહંત સ્વામી મહારાજના મહિમાના અનેક ઉદાહરણ આપીને તેમના અક્ષરબ્રહ્ય સ્વરૂપનો પરિચય આપ્યો હતો.