ભીમા દુલા બાદ વધુ એક કુખ્યાત ગુનેગાર પર મોટા એક્શન, ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો
Junagadh Gujctoc Case : ગુજરાતમાં વધુ એક કુખ્યાત ગુનેગાર પર મોટા એક્શન લેવાયા છે, ત્યારે પોલીસ ચોપડે 130 ગુના નોંધાયેલા જૂનાગઢના માથાભારે કાળા દેવરાજ સહિત તેના ભાગીદાર સામે ફરિયાદ કરવામાં આવી છે.
જૂનાગઢના ખામધ્રોલ રોડ રઘુવીર સોસાયટી ખાતે રહેતા સારંગભાઈ ગામેતીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પાંચ વર્ષનો બાળક બીમાર પડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના ખર્ચ માટે સારંગભાઈએ થોડા મહિના પહેલા કાળા દેવરાજના ભાગીદાર પ્રતાપ સોલંકી પાસેથી 10 ટકાના વ્યાજે 30 હજાર રૂપિયા લીધા હતા. જેમાં આરોપીએ વ્યાજની સિક્યુરિટી માટે સારંગભાઈ પાસેથી તેમના બાઈકની ઓરીઝનલ આર.સી. બુક લીધી હતી.
છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી
સારંગભાઈએ આરોપ લગાવ્યો છે કે, દર મહિનાના વ્યાજની રકમ આપવા હોવા છતા આરોપી વધુ વ્યાજ પડાવવા ઉઘરાણી કરતો, જેથી વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ આપવા જતા અને આર.સી.બુક માંગતા આરોપી પ્રતાપ સોલંકીએ તેમને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બાઈક પડાવી લીધું હતું. સમગ્ર મામલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી.