Get The App

ગુજરાતની ટોચની કંપનીઓ પણ ચૂંટણી બોન્ડ ખરીદનારની યાદીમાં ચમકી, ફાર્મા સૌથી મોખરે

ચૂંટણી બોન્ડની ખરીદીમાં ટોરેન્ટ, ઝાયડસ, ઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ

બીજી તરફ રીઅલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ હિત ધરાવતા અરવિંદ, નિરમાનો પણ સમાવેશ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ગુજરાતની ટોચની કંપનીઓ પણ ચૂંટણી બોન્ડ ખરીદનારની યાદીમાં ચમકી, ફાર્મા સૌથી મોખરે 1 - image


Electoral Bond : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 વચ્ચે થયેલા ચૂંટણી બોન્ડના વેચાણના આંકડા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી પંચને સોંપ્યાના બીજા જ દિવસે તે વિગતો દેશના ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે. 

ગુજરાતના ટોચના ઉદ્યોગોએ પણ રાજકીય પક્ષોને દાન આપ્યું

લગભગ 18,860 જેટલા બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ટોચના ઉદ્યોગો કે ગુજરાતમાં મોટું કામ ધરાવતા ઉદ્યોગોએ પણ ચૂંટણી બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપલબ્ધ વિગત અનુસાર રાજ્યની ટોચની કંપનીઓમાંથી ટોરેન્ટ, ઝાયડસ, ઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ થાય છે તો બીજી તરફ રીઅલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ હિત ધરાવતા અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ ચૂંટણી બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે ચૂંટણી બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

એસબીઆઈએ આપેલી વિગતો જાહેર થઈ 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, SBIએ કહ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2014 વચ્ચે વિવિધ કિંમતના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, SBIએ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી દીધી હતી. 

આ પણ વાંચો : જે કંપની પાછળ ED પડી તેણે જ સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને આપ્યું મસમોટું દાન

ગુજરાતની ટોચની કંપનીઓ પણ ચૂંટણી બોન્ડ ખરીદનારની યાદીમાં ચમકી, ફાર્મા સૌથી મોખરે 2 - image


Google NewsGoogle News