Get The App

Garba Goes Global : ગુજરાતના “ગરબા” અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યુનેસ્કોની યાદીમાં અંકિત

બોત્સવાનામાં આયોજિત યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ટેગ અપાયો

બે વર્ષ પહેલાં યાદીમાં સામેલ થવા ભારતે દરખાસ્ત કરેલી

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
Garba Goes Global :  ગુજરાતના “ગરબા” અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યુનેસ્કોની યાદીમાં અંકિત 1 - image


Garba of Gujarat : નવરાત્રીના ગરબા એ હવે માત્ર ગુજરાત કે ભારતની જ શાન રહી નથી, પરંતુ વૈ વૈશ્વિક ઓળખ બની ચૂક્યાં છે, જેને યુનાઈટે નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)ની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરીને ગરબા એ ભારતનું 15મું તત્વ બની ચૂછયું છે. આ પહેલાં દેશના ૧૪ સાંસ્કૃતિક તત્વોને સ્થાન મળ્યું છે.

ગુજરાતનો ગરબો એ દેશના સિમાડા વટાવી ચૂક્યો

ગુજરાતમાં ગરબાને માતા આદ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે. ગુજરાતી ગરબાએ જાતિ, સ્વભાષા અને બોલીના ભેદભાવથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતનો ગરબો એ દેશના સિમાડા વટાવી ચૂક્યો છે. ગરબાનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રી જે વિશ્વનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ બની ગયો છે. કેન્દ્રિય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે ગરબા, ઉજવણી, -ભક્તિ, લિંગ માવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતિક કરતી પરંપરા, ભૌગોલિક સિમાઓને ઓળંગે છે. આ યાદી આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે.

ભારત સરકારે બે વર્ષ પહેલાં ગરબાનો પ્રસ્તાવ મૂક્યો હતો

યુનેસ્કો દ્વારા આજે સાંજે ગરબાને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારે બે વર્ષ પહેલાં ગરબાનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલન બોત્સ્વાનામાં યોજાયું હતું. રાજ્યના 29 જિલ્લાઓમાં લાઇવ સ્ટ્રીમિંગ સાથે ચાર આઈકોનિક સ્થળોએ પરંપરાગત ગરબા સાથે વિશેષ સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્ય હતું. ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ પળ છે. પવિત્ર યાત્રાધામ અંબાજી માતાના ચાચર ચોકમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ : મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું છે કે ગુજરાતની ઓળખ સમા ગરબાની UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિ વારસા” તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોન આ પરિણામ છે. દક્ષિણ એશિયા માટે યુનેસ્કો નવી દિલ્હી પ્રાદેશિક કાર્યાલયના ડિરેક્ટર અને ભૂતાન, ભારત, માલદીવ્સ અને શ્રીલંકા માટેના યુનેસ્કોના પ્રતિનિધિ ટિમ કર્ટિસે જણાવ્યું હતું કે હું ભારત તેના લોકો અને નોમિનેશન ડોઝિયર પર કામ કરનારી ટીમોને નિષ્ઠાપૂર્વ- અભિનંદન આપું છું. હું આશા રાખ છું કે ગરબાની આ પરંપરાની સધ્ધરત સુનિશ્ચિત કરવામાં મદદ કરશે અને યુવાનોને ગરબા સાથે સંકળાયેલ જ્ઞાન કૌશલ્ય અને મૌખિક પરંપરાઓ સાથે ચાલુ રાખવા માટે પ્રેરણા આપશે.

પ્રતિનિધિની સૂચિમાં 45 ઘટકોન સમાવેશ કરવામાં આવ્યો

પ્રતિનિધિની સૂચિમાં 45 ઘટકોન સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતના ગરબા ઉપરાંત બીજી સાંસ્કૃતિક તત્વોમાં બાંગ્લાદેશન ઢાકામાં રિક્ષા અને રિક્ષા પેઈન્ટિંગ થાઈલેન્ડમાં સોંગક્રાન, થાઈલેન્ડન પરંપરાગત થાઈ ન્યૂ યર ફેસ્ટિવલ હિરગાસી, મેડાગાસ્કરના સેન્ટ્રલ હાઈલેન્ડની પર્ફોર્મિંગ આર્ટ, જંકાનૂન સમાવેશ થાય છે. યુનેસ્કો કન્વેન્શ- ફોર ધ સેફગાર્ડિંગ ઓફ ધ ઈન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજની માનવતાના અમૂ સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમ હાલ પાંચ પ્રદેશો અને ૧૪૩ દેશોને અનુરૂ૫ ૭૦૪ સાંસ્કૃતિક તત્વો છે જેમાં અભિવ્યક્તિના સ્વરૂપોને સમાવેશ થાય છે. વિવિધ સમૂદાયોન સાંસ્કૃતિક પ્રથાઓને યુનેસ્કો સુરક્ષિ કરે છે.

ભારતના 14 નૃત્ય પરંપરાને સ્થાન મળેલું છે

યુનેસ્કોની યાદીમાં મણિપુરના સંકીર્તન, ઢોલ વગાડવું અને નૃત્ય, દુર્ગાપૂજા, કુંભમેળો, યોગા, નોવરોઝ, જંડિયાલા ગુરૂના થાથેરાઓમાં પિત્તળ અને તાંબાના વાસણો બનાવવાની કારીગરી અને લદ્દાખનું બૌદ્ધ નૃત્ય છે. આ ઉપરાંત કાલબેલિયા લોકગીતો, રાજસ્થાનના નૃત્યો, મુડીયેટ્ટુ, ધાર્મિક થિયેટર અને કેરળનું નૃત્ય નાટક, રામમન, વૈદિકજાપ, અર્ને રામલીલા એમ કુલ 14 તત્વો અંકિત થયેલા છે.

Garba Goes Global :  ગુજરાતના “ગરબા” અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યુનેસ્કોની યાદીમાં અંકિત 2 - image


Google NewsGoogle News