Get The App

ગુજરાતની પ્રથમ 'બાયો ડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર, કચ્છના ગુનેરીના 32 હેક્ટર વિસ્તારનો સમાવેશ

Updated: Jan 30th, 2025


Google News
Google News
ગુજરાતની પ્રથમ 'બાયો ડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર, કચ્છના ગુનેરીના 32 હેક્ટર વિસ્તારનો સમાવેશ 1 - image


Bio Diversity Heritage Site : પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા 'કચ્છ'ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના 32.78 હેક્ટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટ બોર્ડ દ્વારા 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર કરાવામાં આવ્યો છે. 

વધુમાં વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારુપે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે  સ્થિત 'ઇંનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી”સાઈટને ગુજરાતની પ્રથમ“ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ “ તરીકે જાહેર કરવામાં આવી છે.

મેન્ગ્રૂવ ખાસકરીને દરિયા કીનારે એવી જગ્યાએ જોવા મળે છે, જ્યાં 24 કલાકમાં એકવાર પાણી આવીને જતું  રહેતું હોય, જ્યાં સતત દલદલ એટલે કે કીચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રથી 45 કિ.મી.ના અંતરે અને કોરી ક્રીકથી 4 કિ.મીના અંતરે ગુનેરી ખાતે આવેલ મેંન્ગ્રૂવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ કે દલદલ નહી પણ સપાટ જમીન પર 32.78 હેક્ટર વિસ્તારમાં મેંન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે  છે,જે પોતાનામાં એક વિશિષ્ટતા છે.

જેથી આવી એક સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલા મેન્ગ્રૂવની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે એ ખૂબ જરુરી છે. જેથી તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની ભલામણને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાની “ ઇંનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ 'બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ'-બી.એચ.એસ. તરીકે જાહેર કરવામાં આવી છે.જેમાં ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મેનેજમેંટ પ્લાન થકી તેના ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવનાર છે.

વધુમાં સ્થાનિકોના હક્ક અને વિશેષ અધિકારોનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિકો,વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક વન અને આદીવાસી પ્રજાના ક્ષમતા વર્ધન તાલીમ દ્વારા બાર્યોડાયવર્સિટીનુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે.


Tags :
Bio-Diversity-Heritage-SiteKutchGuneriGujarat

Google News
Google News