Get The App

ગુજરાતથી STની વોલ્વો બસમાં મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુ સલામત, જાણો અમદાવાદના ડેપો મેનેજરે શું આપી માહિતી

Updated: Jan 29th, 2025


Google News
Google News
ગુજરાતથી STની વોલ્વો બસમાં મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુ સલામત, જાણો અમદાવાદના ડેપો મેનેજરે શું આપી માહિતી 1 - image


Mahakumbh 2025: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી GSRTCની ઉપડેલી બે બસોને મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાતની મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયેલા તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાની અમદાવાદ ડેપો મેનેજરે પુષ્ટિ કરી છે. 

અમદાવાદ ડેપો મેનેજર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદથી પ્રસ્થાન કરેલી જી.એસ.આર.ટી.સી.ની બે વોલ્વો બસ પ્રયાગરાજ પહોંચી ગઇ છે. આ બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે. અમદાવાદ ડેપો મેનેજર બંને વોલ્વો બસ સાથે પ્રયાગરાજમાં તેમની સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બસ કેન્સલ કે પછી બુકિંગ કેન્સલ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. છેલ્લા દિવસ સુધીના તમામ બુકિંગ એડવાન્સમાં ફૂલ થઇ ગયા છે. હાલમાં કોઇ ચિંતા કરવાની જેવો માહોલ નથી. 

GSRTC ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, "આજે વહેલી સવારે GSRTCની પહેલી બસ પ્રયાગરાજ પહોંચી હતી. ભારે ટ્રાફિક જામને કારણે બસ બહારના વિસ્તારમાં પાર્ક કરવામાં આવી છે. મેં આંતરિક અવરજવર માટે UPSRTC ની બસની વ્યવસ્થા કરી હતી. મુસાફરો નજીકના ઘાટ પર "સ્નાન" કરી રહ્યા છે અને પરત ફરવા માટે સીધા બસ પાર્કિંગમાં પાછા ફરશે. અમારા મુસાફરો સાથે કોઈ આપત્તિ સંબંધિત સમસ્યા નથી. હું અને અમારી એડવાન્સ ટીમ પ્રયાગરાજ પહોંચી ગઈ છે, અમે બધા મુસાફરો સાથે સતત સંપર્કમાં છીએ."


Tags :
GSRTCMahakumbh-2025Volvo-BusPrayagraj

Google News
Google News