Get The App

'મારો ન્યાય મારી ભાષામાં' ઝુંબેશ હેઠળ ગુજરાતીને વડી અદાલતમાં સત્તાવાર ભાષા બનાવવા માગ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
'મારો ન્યાય મારી ભાષામાં' ઝુંબેશ હેઠળ ગુજરાતીને વડી અદાલતમાં સત્તાવાર ભાષા બનાવવા માગ 1 - image


My Justice My Language: ગુજરાતી ભાષાને હવે આગામી સમયમાં વડી અદાલતમાં અધિકૃત ભાષા તરીકે સ્વીકૃતિ મળે તે માટેની નીતિ ઘડવાના પ્રયાસો હાથ ધરવાનું શરુ કરવામાં આવ્યું છે. ‘મારો ન્યાય મારી ભાષામાં’ના મુદ્દે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ નિર્ણય લેવામાં આવ્યા હતા. 

આ અંગે સિનિયર ઍડ્વૉકેટ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે, 'ગુજરાત રાજ્ય ઉચ્ચ ન્યાયાલય ભાષા સમિતિની રચના કરાશે. આ સમિતિમાં વિવિધ જિલ્લાના એક-એક પ્રતિનિધિનો સમાવેશ કરીને ગુજરાતી ભાષાને વડી અદાલતમાં અધિકૃત ભાષા તરીકે સ્વીકૃતિ મળે તે માટેની નીતિ ઘડાશે અને 21મી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસે અને પછી ગુજરાત સ્થાપના દિન પહેલી મે એ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે.'

અસીમ પંડ્યાએ જણાવ્યું કે, 'ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાની સ્વીકૃતિ મેળવવા વડાપ્રધાન, કાયદામંત્રી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રીને આ મુદ્દા બાબતે વિગતવાર રજૂઆત કરાશે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ, તાબાની અદાલતના વકીલ મંડળો વગેરે સંસ્થાઓને આ ઝુંબેશમાં જોડીને તેમનું સમર્થન આપતાં ઠરાવો મેળવાશે.'

'મારો ન્યાય મારી ભાષામાં' ઝુંબેશ હેઠળ ગુજરાતીને વડી અદાલતમાં સત્તાવાર ભાષા બનાવવા માગ 2 - image


Google NewsGoogle News