સગર્ભા અવસ્થામાં પણ ફિઝિકલ રિલેશન રાખી પત્ની પર ત્રાસ ગુજરાતો પતિ

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સગર્ભા અવસ્થામાં પણ ફિઝિકલ રિલેશન રાખી પત્ની પર ત્રાસ ગુજરાતો પતિ 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

પ્રેગનેટ હોવા છતાં પત્ની સાથે પતિએ ફિઝિકલ રિલેશન રાખતા ગર્ભસ્થ શિશુને નુકસાન થયું હતું આ ઉપરાંત પત્ની પાસે અવારનવાર અકુદરતી સેક્સની માંગણી પણ પતિ કરતો હતો.

મુજ મહુડા રોડ વિસ્તારમાં રહેતી પરણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન તારીખ 18-2-2022ના રોજ સિદ્ધાર્થ શર્મા સાથે થયા હતા લગ્ન બાજુ મારી સાસરીમાં રહેવા માટે ગઈ હતી સાસરીમાં એક અઠવાદિયા સુધી મને સારી રીતે રાખ્યા હતા ત્યારબાદ મારા સાસુએ અમારા ઘરની કામવાળી બાઈને બંધ કરી દીધી હતી અને ઘરનું તમામ કામકાજ મારી પાસે કરાવતા હતા. મારા પતિ સાસુ સસરા મને દહિદ બાબતે આવનાર ટોકતા હતા ને કહેતા હતા કે સમાજમાં અમારું આબરૂ રહી નથી મારા સાસુ સસરા મને કહેતા હતા કે તે મારા છોકરા ઉપર કોઈ જાદુ ટોણા કરેલ છે જેથી મારો છોકરો તારા પર મોહીને તને લઈ આવ્યો છે અને અહીંયા તો મફતના રોટલા તોડે છે. હું અને મારો પતિ છ મહિના સુધી પિયરમાં રહ્યા હતા મારું સાસુ સસરા અમને બોલાવતા ન હતા ત્યારબાદ મારા પતિ એકલા તેમના માતા-પિતાને ત્યાં રહેવા જતા રહ્યા હતા. ત્યારબાદ અમે લોકો અલગ રહેવા જતા રહ્યા હતા ત્યાં પણ મારા સાસુ આવીને મારા પતિને ચડામણી કરતા હતા હું પ્રેગનેટ હોવા છતાં પણ મારા પતિ મારી સાથે ફિઝિકલ રિલેશન રાખતા હોવાથી મારી તબિયત બગડતી હતી મારો પતિ કહેતો હતો કે તું રિલેશન નહીં બાંધવા દે તો. હું તને છૂટાછેડા આપીશ અને તે મારી પાસે અ કુદરતી સેક્સની પણ માંગણી કરતો હતો. 



Google NewsGoogle News