Get The App

ચિંતા કરવાની જરૂર નથી: હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનું નિવેદન, ડાયરામાં તબિયત લથડતા સારવાર હેઠળ

Updated: Feb 11th, 2025

GS TEAM


Google News
Google News
ચિંતા કરવાની જરૂર નથી: હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનું નિવેદન, ડાયરામાં તબિયત લથડતા સારવાર હેઠળ 1 - image


Mayabhai Ahir Health: મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી.  સોમવારે (10મી ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. જેને લઈને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે.

'એકદમ રેડી છું, ચિંતા કરવાની જરૂર નથી'

હોસ્પિટલમાં દાખલ થયા બાદ ખુદ માયાભાઈ આહીરે ચાહકોને કહ્યું કે, 'હું એકદમ રેડી છું, ચિંતા કરવાની જરૂર નથી.' મળતી માહિતી અનુસાર, કડીના ઝુલાસણ ગામે પ્રાથમિક શાળાના કાર્યક્રમ દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરાયું હતું. 

માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માયાભાઈની તબિયતમાં સુધારો થયો છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે. 'જય સિયારામ આપડે એકદમ રેડી છીયે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.'

ચિંતા કરવાની જરૂર નથી: હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનું નિવેદન, ડાયરામાં તબિયત લથડતા સારવાર હેઠળ 2 - image


Tags :