Get The App

પહેલી વખત ગુનાઇત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો : ગુજરાતી અભિનેતા

રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવા છુટ આપી છે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
પહેલી વખત ગુનાઇત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો : ગુજરાતી અભિનેતા 1 - image


Gandhinagar : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામષેશ થવા જઈ રહી છે કેમકે, ખુદ રાજ્ય સરકાર (State Government) જ છુટથી દારૂ વેચાય તે મતમાં છે. ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ વખતે ગિફ્ટ સિટી કલબમાં કલાકારોથી માંડીને આમંત્રિતો માટે દારૂની મહેફિલ માંડી હતી. ગુજરાતી કલાકાર સંજય ગોરડિયા(Sanjay Goradia)એ ફેસબુક પર ફોટા સાથે એ વાતની કબૂલાત કરી કે, ઇતિહાસમાં પહેલીવાર ૨ ગુનાઇત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો.

“ફિલ્મ એવોર્ડમાં બિયરની લિજ્જત માણી, નોનવેજ તો ટોપના પેટનું હતું’ : સંજય ગોરડિયા

રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવા છુટ આપી છે. આ કારણોસર ગુજરાત ટુરિઝમે પણ મહાત્મા મંદિરને બદલે ગિફ્ટ સિટી (Gift City)માં ફિલ્મ ફેર એવોર્ડ (filmfare award) યોજવાનુ નક્કી કર્યુ હતું. તેના પાછળનું કારણ એ હતુ કે, બોલિવુડની ફિલ્મી હસ્તી, ફિલ્મ નિર્માતાથી માંડીને અન્ય આમંત્રિતોને દારૂ મળી રહે. જોકે, ફિલ્મફેર એવોર્ડમાં આમંત્રિત ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી. કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એવી કબૂલાત કરી કે, ઈતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટસિટી, ગાંધીનગરમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બીઅરની પણ લિજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતું પણ બિયર જ નહીં, વેજ-નોનવેજ જમવાનુ ટોપના પેટનું હતું. આમ, ગુજરાતી કલાકારે પણ ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપતા ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે દારૂ પીવાનો આનંદ માણ્યો તે અંગે નિખાલસ કબૂલાત કરી હતી.

પહેલી વખત ગુનાઇત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો : ગુજરાતી અભિનેતા 2 - image


Google NewsGoogle News