સુરત નવસારી રોડ પર લાઈટ પોલ અને વૃક્ષો ધરાશાયી થતાં થોડા સમય માટે ટ્રાફિક જામ

કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ

સુરત નવસારી અને સુરત ઓલપાડ રોડ પર વૃક્ષ, પોલ અને હોર્ડિંગ્સ પડી જતા અનેક વાહનચાલકો ફસાયા

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
સુરત નવસારી રોડ પર લાઈટ પોલ અને વૃક્ષો ધરાશાયી થતાં થોડા સમય માટે ટ્રાફિક જામ 1 - image


સુરત સહિત ગુજરાતમાં આજે પડેલા કમોસમી વરસાદ સાથે ભારે પવન ફુંકાતા અનેક રોડ પર વૃક્ષ, લાઈટ પોલ અને હોર્ડિંગ ધરાશાયી થયાં હતા.સુરત નવસારી અને સુરત ઓલપાડ રોડ પર જ અનેક વૃક્ષ અને થાંભલા પડી જતા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. વરસાદ સાથે ઠંડીમાં વાહન ચાલકો ફસાતા તેમની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક થાંબલા અને વૃક્ષો દુર કરવાની કામગીરી કરાતા થોડા સમય બાદ રસ્તા ખુલ્લા થતા વાહન ચાલકોને હાશ થઈ હતી. 

સુરત નવસારી રોડ પર લાઈટ પોલ અને વૃક્ષો ધરાશાયી થતાં થોડા સમય માટે ટ્રાફિક જામ 2 - image

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કમોસમી વરસાદ શરુ થયો હતો. જોકે, વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાતા લોકો સાથે તંત્રની હાલત પણ કફોડી થઈ ગઈ હતી. દિવસની શરૂઆતમાં વરસાદનું જોર ધીમું હતું પરંતુ બપોર બાદ વરસાદે જોર પકડ્યું હતું. ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ તુટી પડ્યો હતો. જોકે, વરસાદ સાથે ભારે પવન ફુંકાતા સુરત ઓલપાડ અને સુરત નવસારી રોડ પર અનેક વૃક્ષ અને વીજળીના થાંભલા તુટીને રસ્તા પર પડી ગયા હતા.  ઓલપાડ સુરત રોડ 5 વૃક્ષો ધરાશાયી થયા હતા.

સુરત નવસારી રોડ પર લાઈટ પોલ અને વૃક્ષો ધરાશાયી થતાં થોડા સમય માટે ટ્રાફિક જામ 3 - image

કલાકો સુધી ટ્રાફિક જામમાં લોકોની હાલત કફોડી

સુરત નવસારી અને સુરત ઓલપાડ રોડ પર હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થતાં કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.વરસાદ હોવાના કારણે લોકો વાહનની બહાર પણ નીકળી શકતા ન હતા. તો બીજી તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકો ની હાલત કફોડી થઈ ગઈ હતી. તંત્રને ખબર પડતા તુટેલા વૃક્ષ, લાઈટ પોલ અને હોર્ડિગ્સ દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી હોય  થોડા સમય બાદ રસ્તો ખુલ્લો થતા વાહન ચાલકો નિકળી શક્તા લોકોને રાહત થઈ હતી.



Google NewsGoogle News