Get The App

ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોથી ઠુંઠવાયું ગુજરાત, નલિયા 6.5 ડિગ્રી સાથે ઠંડુગાર, અમદાવાદમાં પારો ગગડ્યો

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોથી ઠુંઠવાયું ગુજરાત, નલિયા 6.5 ડિગ્રી સાથે ઠંડુગાર, અમદાવાદમાં પારો ગગડ્યો 1 - image


Gujarat Weather Update: ઉત્તર પૂર્વીય દિશા તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયામાં 6.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં પણ 13.7 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ રાજ્યોમાં ઠંડીનો ચમકારો

ગત રાત્રે નલિયા ઉપરાંત અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો વધારે અનુભવાયો તેમાં ડીસા, ગાંધીનગર, ભુજ, રાજકોટનો સમાવેશ થાય છે. રાજકોટમાં 11 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અલબત્ત, બે દિવસ બાદ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીને પાર થયું હતું. 

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય શોક વચ્ચે સુરેન્દ્રનગરના ગ્લોબલ મેગા એક્સપો કાર્યક્રમમાં ગુજરાતી અભિનેત્રીના ઠુમકા

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ ગુજરાતના તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્‌ છે. બીજી બાજુ અમદાવાદમાં ગત રાત્રે 13.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં બને છે 600 કરોડના પતંગ: અમદાવાદ સૌથી મોટું હબ, અનેક પરિવાર આખું વર્ષ આ જ કામ કરે છે

ક્યાં વધારે ઠંડી?

શહેરતાપમાન (ડિગ્રી)
નલિયા6.5
ડીસા9.6
ગાંધીનગર10.6
ભુજ10.8
રાજકોટ11
કંડલા13
અમદાવાદ13.7
અમરેલી14.2
પોરબંદર14.6
જામનગર14.7
દાહોદ14.8
ભાવનગર15.5
વડોદરા16.2
દ્વારકા16.3
સુરત18.2

Google NewsGoogle News