Get The App

ગુજરાતમાં ઠંડીનો ચમકારો! અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો, આગામી દિવસોમાં પડશે હાડ થીજવતી ઠંડી

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ઠંડીનો ચમકારો! અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો, આગામી દિવસોમાં પડશે હાડ થીજવતી ઠંડી 1 - image


Gujarat Weather Update: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરુઆત થઈ રહી છે. જો કે, કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ ઘણાં વિસ્તારોમાં સાંજ પડતાંની સાથે ઠંડી પડવા લાગી છે. નવેમ્બરના 15 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ અપેક્ષિત ઠંડી શરુ થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી હોય છે. જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

આ શહેરોના તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગ અનુસાર અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું. 

આ પણ વાંચો: 'બ્લૉકેજ હોય કે નહીં રોજ 30 સર્જરીનો ટાર્ગેટ...' ખ્યાતિકાંડના ડૉક્ટર-સંચાલકોનું અમીર બનવાનું ષડયંત્ર


અમરેલીમાં 17 ડિગ્રી, નલિયામાં 17.5 ડિગ્રી, મહુવામાં 17.5 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, કંડલા પૉર્ટમાં 18.2 ડિગ્રી, ડીસામાં 19 ડિગ્રી, પોરબંદરમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 19.4 ડિગ્રી, ભાવનગરમાં 19.8 ડિગ્રી, અમદાવાદમાં 19.9 ડિગ્રી, ભુજમાં 19.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 20 ડિગ્રી, સુરતમાં 23.1 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 23.4 ડિગ્રી અને ઓખામાં 25 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રૅકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી શક્યતા છે. જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીંવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો! અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો, આગામી દિવસોમાં પડશે હાડ થીજવતી ઠંડી 2 - image


Google NewsGoogle News