Get The App

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત, બે દિવસ બાદ તૂટશે સિઝનના લઘુતમ તાપમાનનો રેકોર્ડ, હવામાન વિભાગની આગાહી

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત, બે દિવસ બાદ તૂટશે સિઝનના લઘુતમ તાપમાનનો રેકોર્ડ, હવામાન વિભાગની આગાહી 1 - image


Gujarat IMD Weather Forecast: ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે. આજે વહેલી સવારથી જ ઠંડા પવન સાથે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે જ અમદાવાદમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી શહેરના લઘુતમ તાપમાનમાં પણ 1 થી 4 ડિગ્રીનો ઘટાનો નોંધાયો છે.

સૌથી નીચું તાપમાન

રાજ્યભરમાં તાપમાનની વાત કરવામાં આવે તો ગુરૂવારે અમદાવાદનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે અમરેલી 13.8 ડિગ્રી, ભાવનગર 16.5 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ડીસામાં 10.7 ડિગ્રી, કંડલામાં 13.7 ડિગ્રી, રાજકોટમાં 10.7 ડિગ્રી અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચોઃ ખેડામાં નીલગાય સાથે અથડાતાં કાર પલટી, ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, મંદિરના કામથી નીકળ્યા હતા

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જેના કારણે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન હશે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી જ નોંધાયુ હતું. આ સિવાય ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થવાથી તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટ પર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા બર્ફીલા પવનના કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચોઃ છાપીના મહિલા સરપંચના પતિ 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ACBની જાળમાં ફસાયા

નોંધનીય છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સિવાય અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.


Google NewsGoogle News