Get The App

અમદાવાદીઓ ઠંડીમાં ઠુઠવાયાઃ ગુજરાતમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાનમાં વધારો

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
અમદાવાદીઓ ઠંડીમાં ઠુઠવાયાઃ ગુજરાતમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાનમાં વધારો 1 - image


Gujarat Weather Update: બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન-વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 27-28 ડિસેમ્બરના ગુજરાતના 13 જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ચરોતરમાં મેથી, ગુંદર, સૂંઠ, ખજૂરમાંથી બનતા આરોગ્યવર્ધક વસાણાની માંગ

હવામાન વિભાગે કરી ઠંડીની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 27-28 ડિસેમ્બરના બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-પંચમહાલ-દાહોદ-મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-કચ્છ-દમણ-દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત લધુતમ તાપમાનમાં બે દિવસ વધારે કોઈ ફેરફાર નહીં થાય, ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થશે. 

આ પણ વાંચોઃ આણંદના માર્કેટયાર્ડોમાં શાકભાજીની આવક વધતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો

નલિયામાં સૌથી નીચું તાપમાન

ગત રાત્રે નલિયામાં 7.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.8 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન વધીને 20 ડિગ્રી સુધી થવાની સંભાવના છે. અમદાવાદમાં 28 ડિસેમ્બર બાદ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીના જોરમાં ફરી વધારો થશે. 

ક્યાં વધારે ઠંડી?

શહેરતાપમાન
નલિયા7.9
ભુજ11.2
રાજકોટ12.4
પોરબંદર12.8
જામનગર13.1
અમરેલી14.2
કંડલા15
દાહોદ15.2
ડીસા16.3
ગાંધીનગર17.1
અમદાવાદ17.8
ભાવનગર18.8
વડોદરા19.8
સુરત20.2

Google NewsGoogle News