Get The App

ઉત્તર ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું, 10 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
ઉત્તર ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું, 10 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન 1 - image


Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 3 દિવસની સરખામણીએ ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. નલિયામાં 8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગુજરાતના તાપમાનમાં વધારે ફેરફારની સંભાવના નહીંવત્ છે.

અમદાવાદમાં દિવસે 10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં ઠંડીનો ચમકારો

12મી ડિસેમ્બરે અમદાવાદમાં 13.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 13મી ડિસેમ્બરે સવારે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દિવસે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

આ પણ વાંચો: પાંજરાપોળ ફ્લાયઓવરની વર્ષ 2044 સુધી કોઈ જરૂરિયાત નથી! AMCના રિપોર્ટને લઈ કોર્ટમાં ઉઠ્યા ગંભીર સવાલ

ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો

કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં હાડ થીજાવતી કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. શુક્રવારે લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સતત ફૂંકાઈ રહેલા ઠંડા પવનને કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં શીતલહેર ફેલાઈ છે. નજીકમાં આવેલ રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન થતાં સર્વત્ર ટાઢ ફરી વળ્યું છે. તેમજ ચોતરફ બરફની ચાદર ફેલાઈ જતાં રમણીય દૃશ્યો જોવા મળી રહ્યા છે. જેને માણવા કડકડતી ઠંડીમાં પણ ગુજરાત તેમજ રાજસ્થાન પંથકના સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ

છેલ્લા એકાદ સપ્તાહથી ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને લીધે ઉત્તર પૂર્વ દિશાના ઠંડા પવન સતત ઉત્તર ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા હોઈ તેની વ્યાપક અસર થઈ છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવતાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. દિવસભર પ્રતિકલાક 6 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા. 

ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા 10.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું. ત્રણેય જિલ્લામાં જિલ્લામાં શાકભાજી, બટાકા, ઘઉં, ચણા સહિતના શિયાળું પાકોમાં ખેડૂતોને લાભ થાય તેવું વાતાવરણ જામ્યું છે. આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના લોકોને હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવો પડે તેવા વર્તારા જણાય છે.

ઉત્તર ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું, 10 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન 2 - image


Google NewsGoogle News