Get The App

ગુજરાતમાં વરસાદનું લેટેસ્ટ અપડેટ્સ, જાણો આજે કયા કયા જિલ્લામાં જળબંબાકાર થવાની શક્યતા

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં વરસાદનું લેટેસ્ટ અપડેટ્સ, જાણો આજે કયા કયા જિલ્લામાં જળબંબાકાર થવાની શક્યતા 1 - image


Gujarat rain and Weather Updates | ગુજરાતમાં આ વખતે ચોમાસું મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં જળબંબકારની સ્થિતિ જોવા મળી રહી છે એમાય ખાસ તો શહેરી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ફરી એકવાર બીજો રાઉન્ડ શરૂ કરતાં વરસાદે ઘણાં જિલ્લાઓનો વારો પાડ્યો છે. ગુજરાતમાં હાલમાં 4-4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. 

જાણો આજે ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ 

વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે કરેલી આગામી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત અન્ય કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. રાજ્ય માટે આગામી 48 કલાક ભારે હોવાનું કહેવાય છે. 

બીજે ક્યાં ઓરેન્જ એલર્ટ? 

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે ફરી એકવાર ભરુચમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ છે. જ્યારે બનાસકાંઠા, વલસાડ, તાપી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે અનેક વિસ્તારો પણ ભીંજાશે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે 5 સપ્ટેમ્બરે પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, ભરૂચ, ડાંગ, સુરત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદનું લેટેસ્ટ અપડેટ્સ, જાણો આજે કયા કયા જિલ્લામાં જળબંબાકાર થવાની શક્યતા 2 - image


Google NewsGoogle News