Get The App

ફેબ્રુઆરીના અંત સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી, આ 5 જિલ્લામાં પડી શકે છે માવઠું

Updated: Feb 9th, 2025

GS TEAM


Google News
Google News
ફેબ્રુઆરીના અંત સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી, આ 5 જિલ્લામાં પડી શકે છે માવઠું 1 - image


Gujarat News: ગુજરાતમાં મકર સંક્રાંતિ બાદ પણ ઠંડીએ વિદાય નથી લીધી. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી કરી છે. આ સિવાય રાજ્યમાં અનેક જિલ્લામાં માવઠાની આગાહી પણ કરી છે. 

આ પણ વાંચોઃ જોડિયા નજીક માવનું ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં રસ્તો ક્રોસ કરી રહેલા 70 વર્ષના બુઝુર્ગ મહિલાનું કારની ઠોકરે અંતરિયાળ મૃત્યુ

ફેબ્રુઆરીમાં કેવું રહેશે વાતાવરણ? 

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, ફેબ્રુઆરીમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ શકે છે. 10 થી 16 ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે. બાદમાં 17 થી 19 ફેબ્રુઆરીના દિવસે ફરી પવનનું જોર વધતા ઠંડી પડશે. ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે. વળી, કચ્છના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહી છે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ રામોલ પોલીસે યુવક વિરૂદ્ધ ખોટો કેસ નોંધી રીકવરી એજન્ટની ભૂમિકા ભજવી!

આ 5 જિલ્લામાં પડી શકે છે માવઠું

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી. પરંતુ, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, સુરત, નર્મદામાં માવઠું પડી શકે છે.


Tags :