Get The App

ગુજરાતમાં બપોરે બફારો, રાત્રે ઠંડી સાથે શિયાળાની શરૂઆત, સૌથી ઠંડુ બન્યું આ શહેર

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં બપોરે બફારો, રાત્રે ઠંડી સાથે શિયાળાની શરૂઆત, સૌથી ઠંડુ બન્યું આ શહેર 1 - image
Representative image 

Gujarat Weather: ગુજરાતમાં ચોમસાએ વિધિવત વિદાય લીધા બાદ હવે શિયાળાની શરૂઆત થઈ રહી છે. પરંતુ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી અનુભવાય છે તો દિવસ દરમિયાન ગરમી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર,શુક્રવારે (25મી ઓક્ટોબર) રાજ્યનું લઘુતમ તપામાન 20.7 ડિગ્રી નોંધાયું હતું.

લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડી શકે છે!

હવામાન વિભાગ અનુસાર, શુક્રવારે (25મી ઓક્ટોબર) ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે કંડલા પોર્ટ પર 26.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ શુક્રવારે 26.3 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી લઘુતમ તપામાન રહ્યું હતું. આગામી દિવસોમાં લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટીના ભાવ ઘટશે, મધ્યમ વર્ગના પરિવારોને મળશે સીધો લાભ


દાના વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર, દાના વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વર્તાશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરી છે. 26મી ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.

ગુજરાતમાં બપોરે બફારો, રાત્રે ઠંડી સાથે શિયાળાની શરૂઆત, સૌથી ઠંડુ બન્યું આ શહેર 2 - image


Google NewsGoogle News