Get The App

અમદાવાદીઓને ઉત્તરાયણ સુધી ઠંડીમાં નહીં મળે રાહત, નલિયામાં 3.2 ડિગ્રી તાપમાન

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
અમદાવાદીઓને ઉત્તરાયણ સુધી ઠંડીમાં નહીં મળે રાહત, નલિયામાં 3.2 ડિગ્રી તાપમાન 1 - image


Gujarat Weather Forecast: રાજ્યભરમાં હાલ લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં સળંગ બીજા દિવસે 12.1 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. બીજી બાજુ ગુજરાતના 8 શહેરમાં 13 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. 

ઉત્તરાયણમાં પડશે કડકડતી ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અમદાવાદમાં 12.1, ડીસામાં 8.8, વડોદરામાં 11.4, સુરતમાં 15.5, ભુજમાં 9.2, નલિયામાં 3.4, કંડલા 12.4, ભાવનગરમાં 12.6, દ્વારકામાં 13.8, રાજકોટમાં 7.3 અને વેરાવળમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદનું તાપમાન 6 ડિગ્રી જેટલું ઘટ્યું છે. હવામાન નિષ્ણાતોને મતે ગુરુવાર-શુક્રવારે ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે અને ત્યારબાદ 12થી 14 જાન્યુઆરીથી ફરી કડકડતી ઠંડીનો અનુભવ થવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, વિશ્વના 47 દેશોમાંથી 143 પતંગબાજો ભાગ લેશે

ગત રાત્રે નલિયામાં 6.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં બીજે જ્યાં ઠંડીનો ચમકારો વધારે અનુભવાયો તેમાં રાજકોટ, ભુજ, ગાંધીનગર, દાહોદ, ડીસા, અમરેલી, ડાંગનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી 48 કલાક તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત્ છે. ત્યારબાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.’

આ પણ વાંચોઃ મોરબી દુર્ઘટનાના પીડિતો માટે રાહતના સમાચાર, પીડિતોએ કરેલી પિટિશનમાં સુપ્રીમ કોર્ટનો મોટો હુકમ

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

શહેરલઘુત્તમ તાપમાન
અમદાવાદ12.1
અમરેલી11.7
વડોદરા11.4
ભાવનગર12.6
ભુજ9.2
દમણ15.4
ડીસા8.8
દીવ15.0
દ્વારકા13.8
કંડલા12.4
નલિયા07.3
નર્મદા03.4
ઓખા18.6
પોરબંદર12.4
રાજકોટ7.3
સુરત15.5
વેરાવળ15.8

Google NewsGoogle News