Get The App

ચિંતાજનક : ઉનાળું શરૂ થાય તે પહેલાં ગુજરાતના 138 જળાશયોમાં 50% થી પણ ઓછું જળસ્તર

પાંચ જળાશયો ખાલીખમ, ૩૬માં જળસ્તર ૧૦ ટકાથી ઓછું : જોકે, કર્ણાટક જેવા જળસંકટની સંભાવના નહિવત્

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ચિંતાજનક : ઉનાળું શરૂ થાય તે પહેલાં  ગુજરાતના 138 જળાશયોમાં 50% થી પણ ઓછું જળસ્તર 1 - image


Gujarat Water Crisis News | હજુ ઉનાળાના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં બેંગ્લુરુ ખાતે જળસંકટ સર્જાયું છે અને પાણીના એક ટેન્કર માટે રૂપિયા પાંચ હજાર ખર્ચવા પડી રહ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ રાજ્યના જળાશયોમાં સરેરાશ ૬૨.૩૮ ટકા જળસ્તર છે. રાજ્યમાં હાલ માત્ર ૧૦ જળાશયો એવા છે જેમનું જળસ્તર હજુ ૮૦ ટકાથી વધુ છે.

ચિંતાજનક : ઉનાળું શરૂ થાય તે પહેલાં  ગુજરાતના 138 જળાશયોમાં 50% થી પણ ઓછું જળસ્તર 2 - image

રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૩.૭૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૬૮.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૮.૯૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૩૮.૩૧ ટકા જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૩૬.૪૨ ટકા જળસ્તર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર હાલમાં ૬૬.૭૫ ટકાનું જળસ્તર ધરાવે છે. આ સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં સરેરાશ ૬૨.૩૮ ટકા જળસ્તર છે.

૭ માર્ચની સ્થિતિએ ૯૦ ટકાથી વધુ જળસ્તર હોય તેવા માત્ર જળાશયો છે. જેમાં રાજકોટના આજી-૨, સુરેન્દ્રનગરના વંસલનો સમાવેશ થાય છે. ૮૦ ટકાથી ૯૦ ટકા વચ્ચે જળસ્તર હોય તવા ૮ જળાશયો છે. આ જળાશયોમાં મોરબીના મચ્છુ-૩, કચ્છના કાલાઘોઘા, જુનાગઢના હિરણ, મહીસાગરના વણાકબોરી સાબરકાંઠાના જવાનપુરા, દાહોદના હડફ, સુરતના લેખીગામ સામેલ છે. બીજી તરફ ૮ જળાશયોમાં જળસ્તર ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે છે. રાજ્યમાં કેટલાક જળાશયો ઉનાળાના પ્રારંભ અગાઉ ખાલીખમ પણ થઈ ગયા છે. દેવભૂમિ દ્વારકાના ગઢકી- સાની, પોરબંદરના અડવાણા-અમીપુર, જુનાગઢના પ્રેમપરાનું જળસ્તર શૂન્ય ટકા થઈ ગયું છે. રાજ્યમાં કુલ ૩૬ જળાશયોનું જળસ્તર ૧૦ ટકાથી પણ ઓછું છે. ઓછું જળસ્તર ધરાવતા મોટાભાગના જળાશયો સૌરાષ્ટ્રમાંથી છે. જળસ્તર ૨૦ ટકાથી પણ ઓછું થઈ ગયું હોય તેવા ૬૮ જળાશયો છે.

ચિંતાજનક : ઉનાળું શરૂ થાય તે પહેલાં  ગુજરાતના 138 જળાશયોમાં 50% થી પણ ઓછું જળસ્તર 3 - image


Google NewsGoogle News