Get The App

મહારાષ્ટ્રથી અમદાવાદ જતી બસને તાપી નજીક અકસ્માત, મહિલાનું માથું ધડથી અલગ થતાં મોત, 18ને ઈજા

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રથી અમદાવાદ જતી બસને તાપી નજીક અકસ્માત, મહિલાનું માથું ધડથી અલગ થતાં મોત, 18ને ઈજા 1 - image


Tapi Bus Accident: તાપી જિલ્લાના સિનોદ ગામ નજીક બસ પલટી જતાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મુસાફરી કરી રહેલાં લોકોમાંથી 18 લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને એક મહિલાનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

શું હતો સમગ્ર બનાવ? 

મળતી માહિતી મુજબ, એક ખાનગી બસ મહારાષ્ટ્રથી અમદાવાદ જઈ રહી હતી, તે સમયે મોડી રાત્રે લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 30 મુસાફરોમાંથી 18 ઈજાગ્રસ્ત થયાં છે, તેમજ એક મહિલા ઘટના સ્થળે જ માથું ધડથી અલગ થઈ જતાં મોતને ભેટી હતી. બસ અકસ્માત બાદ ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ રિફાઈનરીના અધિકારીઓને માણસના મોતની કિંમત નથી, મૃતક કર્મચારીઓના પરિવારજનોના ધરણા

પોલીસે હાથ ધરી તપાસ

દુર્ઘટના થતાં જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયાં હતાં. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી પોલીસને સમગ્ર બનાવ વિશે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોને જાણ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ કાલાવડ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક શ્રમિક યુવાનનું મૃત્યુ

આ અગાઉ પણ આ રસ્તે થયાં અકસ્માત

સમગ્ર બનાવ વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ઢોળાવ વાળો રસ્તો હોવાથી રાત્રે ઘણીવાર ડ્રાઈવરોને ઢાળ વિશે ખ્યાલ આવતો નથી. આ અગાઉ પણ આ જ રસ્તે અનેક અકસ્માત થઈ ચુક્યા છે. જોકે, ડ્રાઈવર ફરાર થઈ જતાં પોલીસ ડ્રાઈવરની તપાસ કરી સમગ્ર દુર્ઘટનાનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News