વડોદરામાં રહીશે ભારે કરી! તંત્રની 'હાસ્યાસ્પદ સલાહ' માની ઘરેણાં ગીરવે મૂકી બોટ ખરીદી લાવ્યો
Vadodara News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અઘ્યક્ષે લોકોને પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિમાં બચાવ માટે તરાપા, દોરડા, બોટ ખરીદવા સલાહ આપી હતી. ચેરમેનના આ નિવેદનથી લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચેરમેનનું આ નિવેદન હાસ્યાસ્પદ બન્યું છે. જોકે, વડોદરાના રહીશે ચેરમેનની સલાહનું પાલન કરતાં ઘરના દાગીના ગીરવે મુકી બોટ ખરીદી છે.
સોનું ગીરવે મુકી ખરીદી બોટ
વિશ્વામિત્રી નદી કિનારે આવેલા સામ્રાજ્ય ટાઉનશીપના રહીશે સોનું ગીરવે મુકી લોન પર બોટ સહિતના સાધનો ખરીદ્યા છે. રહીશે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, દુઃખ સાથે મારે અધ્યક્ષની સાચી સલાહ માનીને બોટ ખરીદવી પડી છે.
આ પણ વાંચોઃ દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેમાં જ ખામીઓ, ગાડીઓ હવામાં ઉછળી, NHAIએ કરી કડક કાર્યવાહી
આ પણ વાંચોઃ વડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું હોવાની ફરિયાદો
40 હજારમાં ખરીદી બોટ
પૂર દરમિયાન સ્થાયી સમિતિના અધ્યક્ષે લોકોને સ્વરક્ષણ માટે બોટ, તરાપા, દોરડા અને ટોર્ચ ખરીદવાની સલાહ આપી હતી. જેને ધ્યાનમાં રાખી ચિરાગ બ્રહ્મભટ્ટે આગામી દિવસોમાં પૂરની સ્થિતિમાં પરિવારના વૃદ્ધ માતા અને પત્નીના બચાવ માટે સોનાના ઘરેણા ગીરવે મુકી રોકડ લઈ 40 હજાર રૂપિયામાં બોટ ખરીદી હતી.