વડોદરામાં 10મું ભણેલાં સરપંચે કરી કમાલ, ફક્ત 2000 રૂપિયા ખર્ચીને આખા ગામને પૂરથી બચાવ્યું

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં 10મું ભણેલાં સરપંચે કરી કમાલ, ફક્ત 2000 રૂપિયા ખર્ચીને આખા ગામને પૂરથી બચાવ્યું 1 - image


Gujarat Vadodara Flood and Kamlesh Bhai Valand | મૂશળધાર વરસાદને કારણે વડોદરા શહેર તેમજ તેની આસપાસના સંખ્યાબંધ ગામોમાં તળાવો ઓવરફ્લો થવાના તેમજ ગામોમાં જળબંબાકારની સ્થિતિને કારણે ભારે તારાજીના કિસ્સા બન્યા છે ત્યારે વડોદરાના છેવાડાના ખટંબા ગામના સરપંચે સમયસૂચકતા વાપરી કરેલી કામગીરીને કારણે આખું ગામ પૂરમાંથી આબાદ બચી ગયું છે અને ગામમાં ક્યાંય પાણી પણ ભરાઈ રહ્યા નથી.

સતત જારી રહેલા વરસાદને કારણે વડોદરા શહેરની સાથે સાથે આસપાસના અનેક ગામડાંઓમાં ભારે નુકસાન થયું છે. પાચન વ બેદરા પાસેના આ ગામે સરપંચના આગોતરા રહ્યું છાણી તળાવ છલકાયું નથી. ધોરણ-10 સુધી ભણેલા સરપંચ કમલેશ ભાઈ વાળંદે એક વર્ષ પહેલાં પંચાયતના સભ્યોને સાથે રાખી આખા ગામમાં રૂ. 5 લાખના ખર્ચે વરસાદી ગટરો બનાવી હતી અને તેમાં જ્યાં પાણી ભેગું થતું હોય ત્યાં જાળી વાળા ગટરના ઢાંકણાં નંખાવ્યા હતા. જેથી આ વખતે પાણીનો 15-20 મિનિટમાં જ નિકાલ થઈ ગયો હતો. 

બીજી તરફ તળાવ ઓવરફલો થઈ ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં નુકસાન ના થાય તે માટે પહેલા વરસાદમાં આખું તળાવ ભરાઇ ગયા બાદ રાતોરાત પંચાયત મારફતે માત્ર રૂ. 2 હજારનો ખર્ચ કરી તળાવમાં પાણી ઠાલવતા કાંસ પાસે 5 ફૂટ ઊંચો અને 10 ફૂટ જેટલો પહોળો માટીનો પાળો બનાવી દીધો હતો. પરિણામે બીજા રાઉન્ડમાં ભારે વરસાદ પડવા છતાં કાંસનું પાણી તળાવમાં ડાઇવર્ટ થયું નહતું અને તળાવ બચી ગયું હતું. આમ, 1500 ની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતની અસરકારક પ્રિમોન્સુન કામગીરી પરથી કોર્પોરેશને બોધ લેવો જોઈએ.

વારંવાર રજૂઆત બાદ થાકી ગયા હતા અને... 

ખટંબા ગામના સરપંચ દ્વારા લાંબા સમયથી ગામની સ્કૂલ નહિ બનતી હોવાથી જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદઘાટન વખતે પ્રદેશ પ્રમુખની સ્પીચ વખતે જ રજૂઆત કરી સૌને ચોંકાવી દીધા હતા. જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ તેમની સ્પીચમાં સરકારની યાત્રાની વાતો કરી રહ્યા હતા ત્યારે  એકાએક ખટંબા ગામના સરપંચે  ઉભા થઈ કાર્યાલય બને તે સારી વાત છે પણ અમારા ગામની સ્કૂલ પણ બનવી જોઈએ તેવી રજૂઆત કરી હતી. સરપંચે એમ પણ કહ્યું હતું કે, એક વર્ષથી હું રજૂઆત કરું છું.કોઈ સાંભળતું નથી.મારા ગામની સ્કૂલ જર્જરિત હોવાથી બે કિમી દૂર બાપોદની સ્કૂલમાં વિદ્યાર્થિઓને જવું પડે છે.પહેલાં સ્કૂલમાં 150 વિદ્યાર્થીઓ હતા.પરંતુ હવે માત્ર 38 વિદ્યાર્થી રહ્યા છે.

વડોદરામાં 10મું ભણેલાં સરપંચે કરી કમાલ, ફક્ત 2000 રૂપિયા ખર્ચીને આખા ગામને પૂરથી બચાવ્યું 2 - image


Google NewsGoogle News