Get The App

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે 1 - image


unseasonal rainfall crop damage : ગઈકાલે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં 220 તાલુકાઓમાં ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની હાલત કપરી કરી દીધી છે. શિયાળાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતોનું થયું છે. એવામાં સરકાર તરફથી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

ખેડૂતોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનીને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે.

ભાજપના જ ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો 

આ સિવાય પણ ખેડૂતોને ઉભા પાકની સામે વળતર આપવાની માંગ કરતો પત્ર પણ રાધનપુરાના ભાજપના જ ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા લખવામાં આવ્યો હતો. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર તેમણે પત્ર લખ્યો હતો.

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે 2 - image


Google NewsGoogle News