Get The App

વિવાદિત જોગવાઈને પગલે ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી મોટી ભરતી ખોટકાઈ, જાણો મામલો

Updated: Mar 10th, 2025


Google News
Google News
વિવાદિત જોગવાઈને પગલે ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી મોટી ભરતી ખોટકાઈ, જાણો મામલો 1 - image


Gujarat University: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 11 સરકારી યુનિ.ઓ માટે કોમન એક્ટ લાગુ કરાયા બાદ ગત વર્ષે જાહેર કરાયેલા કોમન મોડલ સ્ટેચ્યુટમાં ભરતીને લઈને એક વિવાદિત જોગવાઈને લઈને મોટી મૂંઝવણ ઊભી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીએ સ્ટેચ્યુટમાં સિલેકશન કમિટીના સભ્યોને 7 દિવસ પહેલા જ તમામ ઉમેદવારોના બાયોડેટા-વિગતો મોકલી દેવાની જોગવાઈને દૂર કરવા રાજ્ય સરકારને રજૂઆત પણ કરી છે.

આ પણ વાંચોઃ ભારતની જીત બાદ અમદાવાદમાં મોડી રાત સુધી ઉજવણી, ક્રિકેટ રસિયાઓ તિરંગા લઈને રસ્તે ઊતર્યાં

યુનિવર્સિટીમાં ભરતી ખોટવાઈ

ગુજરાત યુનિવર્સિટીમાં હાલ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે અને નેકમાં પણ સ્ટાફની ઘટને લીધે યુનિ.ને ગ્રેડિંગ-સ્કોરમાં અસર પડી હતી. ત્યારે ગુજરાત યુનિવર્સિટી માટે ભરતી કરવી ખૂબ જ જરૂરી છે. ગુજરાત યુનિ.દ્વારા અગાઉ ઓક્ટોબર 2022માં કલાર્ક, વહિવટી અધિકારીઓથી માંડી અન્ય નોન ટીચિંગ જગ્યાઓ અને વિવિધ વિભાગો-વિષયોમાં ટીચિંગ સ્ટાફની ભરતી જાહેર કરાઈ હતી. પરંતુ, આ ભરતી આંતરિક વિવાદને પગલે ફેબ્રુઆરી-2023માં એકાએક અટકાવી દેવાઈ હતી. આ દરમિયાન જુલાઈમાં નવા કુલપતિ આવ્યા અને કોમન યુનિવર્સિટી એક્ટને લઈને ભરતી થઈ શકી નહતી. પરંતુ, કોમન એક્ટ લાગુ થયા બાદ અને ગત વર્ષે જુલાઈમાં કોમન મોડલ સ્ટેચ્યુટ પણ લાગુ થઈ ગયો છે. જો કે તેમ છતાં હજુ સુધી ગુજરાત યુનિ.સહિતની ઘણી સરકારી યુનિ.માં ભરતી થઈ શકી નથી.

આ પણ વાંચોઃ ક્યાંક લૂ તો ક્યાંક ભયંકર વરસાદ અને હિમવર્ષાની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ...

ભરતીમાં ગોઠવણ થઈ જવાની શંકા 

ગુજરાત યુનિ.ની ફરિયાદ છે કે, સ્ટેચ્યુટમાં એક ખૂબ જ વિચિત્ર જોગવાઈ કરાઈ છે. જેમાં સિલેક્શન કમિટીની મીટિંગની નક્કી થયા બાદ મીટિંગના સાત દિવસ પહેલા જ તમામ ઉમેદવારોનો બાયોડેટા-વિગતો દરેક મેમ્બરને મોકલી દેવાની રહેશે. આમ આ વિવાદિત જોગવાઈને લઈને વિરોધ છે. કારણકે, અગાઉથી વિગતો મોકલી દેવામા આવે તો ભરતીમાં ગોઠવણ થવાની શંકા-શક્યતા રહેલી છે. 

Tags :
Gujarat-UniversityGU-RecruitmentGujarat-News

Google News
Google News