ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરીને વેચવાનો પ્રયાસ? NSUIએ ચેટ વાયરલ કરીને કર્યા આક્ષેપ, કુલપતિએ આપી પ્રતિક્રિયા
Gujarat University News: ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પેપર ફોડવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરાયો છે. NSUI દ્વારા બીકોમ (ઈંગ્લિશ મીડિયમ) સેમ-1નું અંગ્રેજી માધ્યમનું એકાઉન્ટનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ગાંધીનગરનાં એક વિદ્યાર્થી દ્વારા 300 રૂપિયામાં પેપર વેચવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. જેની ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
NSUIએ પેપર ખરીદ-વેચાણ માટે વિદ્યાર્થીઓના બનાવેલા વોટ્સએપ ગ્રુપની ચેટ જાહેર કરી છે. જેમાં વિદ્યાર્થી દ્વારા પેપર વેચવાનો દાવો કરાઈ રહ્યો છે. જે મામલે ઝડપી તપાસની પણ માગ કરાઈ છે. વાયરલ ચેટમાં એક વિદ્યાર્થી અન્યને ઓફર કરી રહ્યો છે કે, જો પેપર પ્રમાણે ન પૂછાય તો પૈસા પરત. 100 વિદ્યાર્થીઓ એકઠા થઈને 300-300 રૂપિયા આપે તો એક પેપર આપવાની વિદ્યાર્થી ઓફર કરી રહ્યો છે. આ પેપર એક વિદ્યાર્થી દીઠ 300 રૂપિયામાં આપવાનું હતું. 100 વિદ્યાર્થીઓ થાય તો જ પેપર આપવાનું હતું એટલે કે કુલ 30 હજારમાં પેપર વેચવાનું હતું પરંતુ 60 લોકોએ જ પૈસા આપતા 18 હજાર રૂપિયા લીધા હતા. પ્રથમ પેપર માટે 30 હજાર ત્યારબાદ બીજા પેપર માટે ડબલ પૈસા થશે તેવી વાતચીત પણ કરી હતી.
આ મામલે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે નીરજા ગુપ્તા જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળશે તો અમે કાર્યવાહી કરીશું.