Get The App

ગુજરાત ટુરિઝમે રાજ્યની અજાણી સુંદર જગ્યાની ઉજવણી માટે આકર્ષક ફોટો કોન્ટેસ્ટ લોન્ચ કરી

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
ગુજરાત ટુરિઝમે રાજ્યની અજાણી સુંદર જગ્યાની ઉજવણી  માટે આકર્ષક ફોટો કોન્ટેસ્ટ લોન્ચ કરી 1 - image


Gujarat Tourism Photo Contest: ગુજરાત ટુરિઝમે બે અનોખી ફોટોગ્રાફી સ્પર્ધાઓ શરુ કરી છે અને ફોટોગ્રાફીના ઉત્સાહીઓને તેમના પોતાના દૃષ્ટિકોણ દ્વારા ગુજરાતની સુંદરતા દર્શાવવા માટે આમંત્રિત કર્યા છે. આ સ્પર્ધાઓ 19મી નવેમ્બર, 2024થી શરુ થઈ છે અને 24મી નવેમ્બર, 2024ના રોજ પૂરી થશે. આ સ્પર્ધાઓ સાથે ગુજરાત ટુરિઝમનું લક્ષ્ય રાજ્યના વણખેડાયેલા મનમોહક સ્થળો તથા આકાશમાંથી અનેરા દૃશ્યો રજૂ કરવાનો છે, જે ભાગ લેનારાઓને તેમની પોતાની રચનાત્મકતા દર્શાવવા અને પ્રતિષ્ઠિત પ્લેટફૉર્મ્સ પર માન્યતા મેળવવાની તક આપે છે.

ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો

પહેલી કોન્ટેસ્ટ: Hidden Gems of Gujarat – Gujarat Tourism 2025 Calendar

પહેલી કોન્ટેસ્ટ "Hidden Gems of Gujarat – Gujarat Tourism 2025 Calendar" છે, જે ભાગ લેનારાઓને રાજ્યના અજ્ઞાત અને સુંદર દૃશ્યો શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. ફોટોગ્રાફરોને ગુજરાતના શાંત પરિદૃશ્યો, ન જોવાયેલા સ્થળો અને સામાન્ય પ્રવાસન આકર્ષણોથી આગળ વધીને લોભામણી ક્ષણો ઝડપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ સ્પર્ધા દ્વારા, ગુજરાત ટુરિઝમ વાઇબ્રન્ટ રાજ્યની વણખેડાયેલી સુંદરતા પર પ્રકાશ પાડવા અને તેના ઓછા જાણીતા આકર્ષણોને શોધવા માટે વિશ્વને આમંત્રણ આપવાનો હેતુ ધરાવે છે.

ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો

બીજી કોન્ટેસ્ટ: Gujarat: A Bird’s-Eye View

"Gujarat: A Bird’s-Eye View" નામની બીજી સ્પર્ધામાં, ભાગ લેનારાઓને ગુજરાતને ડ્રોનની આંખો દ્વારા એક અલગ જ દૃષ્ટિકોણથી જોવાનો પડકાર ફેંકવામાં આવ્યો છે. રાજ્યના આઇકોનિક સ્થળો, ધમધમતા શહેરો અને પ્રાકૃતિક સુંદરતાને આકાશમાંથી ઝડપવાના ઉદ્દેશ સાથે આ સ્પર્ધા ગુજરાતને અગાઉ કદી ન જોવામાં આવ્યું હોય તે રીતે રજૂ કરવાનું વચન આપે છે. એરિયલ ફોટોગ્રાફી રજૂ કરીને, આ સ્પર્ધા આકાશમાંથી રાજ્યની ભવ્યતા અને આકર્ષણને ઉજાગર કરવા માગે છે.

વિજેતાઓ માટે અનોખી તક

બંને સ્પર્ધાઓ ભાગ લેનારાઓને Gujarat Tourism 2025 Calendarમાં તેમના વિજેતા ફોટોગ્રાફ પ્રદર્શિત કરવાની અનોખી તક આપે છે. આ કેલેન્ડર એક અનેરું પ્લેટફૉર્મ છે, જે રાજ્યના સમૃદ્ધ દૃશ્ય કથાની ઊજવણી કરે છે. વિજેતાઓને તેમનું કામ ગુજરાત ટુરિઝમની સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ્સ પર દેખાડવાનું ગૌરવ પણ મળશે, જેનાથી સુનિશ્ચિત થશે કે તેમની કલાત્મકતા બહોળા પ્રેક્ષકવર્ગ સુધી પહોંચે.

ગુજરાત ટુરિઝમે રાજ્યની અજાણી સુંદર જગ્યાની ઉજવણી  માટે આકર્ષક ફોટો કોન્ટેસ્ટ લોન્ચ કરી 2 - image

સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો

ફોટોગ્રાફર્સે ચોક્કસ માર્ગદર્શિકાઓનું પાલન કરીને સ્પર્ધા માટેના સત્તાવાર ફોર્મ દ્વારા પોતાની એન્ટ્રી મોકલવાની રહેશે. સબમિશનમાં ડીએસએલઆર, મિરરલેસ કેમેરા, ડ્રોન, અથવા GoProનો ઉપયોગ કરીને લીધેલા હાઇ-ક્વોલિટી ફોટોગ્રાફ જ હોવા જોઈએ, જે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સનું સુનિશ્ચિત કરતા હોય. મોબાઇલ ફોનથી લીધેલા ફોટોગ્રાફ્સ સ્વીકારવામાં નહીં આવે. દરેક સ્પર્ધક દરેક કેટેગરીમાં ત્રણ જેટલા ફોટોગ્રાફ્સ મોકલી શકે છે. એન્ટ્રી ઓરિજનલ, સાહિત્યિક ચોરી વિના, અને નૈતિક તથા રચનાત્મક ધોરણોનું સન્માન કરતી હોવી જોઈએ.

એન્ટ્રીના ફોર્મેટ અને ફાઇલ સાઇઝ

એન્ટ્રી JPEG, JPG, અથવા PNG ફોર્મેટમાં હોવી જોઈએ જેમાં મિનિમમ રિઝોલ્યુશન 300 dpi અને કમસે કમ 3 MBની ફાઇલ સાઇઝ હોવી જોઈએ. ફાઇલનું યોગ્ય નામ, સચોટ મેટાડેટા, અને સબમિશનના ધોરણોનું પાલન થવું જરૂરી છે કારણ કે જ્યુરી ચોક્સાઈથી દરેક એન્ટ્રીનું મૂલ્યાંકન કરશે. વિજેતા એન્ટ્રીઓને ક્વોલિટી રિપ્રોડક્શન માટે હાઇ-રિઝોલ્યુશન અનએડિટેડ ફાઇલ પણ સબમિટ કરવી પડી શકે છે.

ગુજરાત ટુરિઝમની આ પહેલ ન માત્ર ઊભરતા અને અનુભવી ફોટોગ્રાફર્સને એક પ્લેટઈફૉર્મ પૂરું પાડે છે પરંતુ રાજ્યની નજરે પડતી તમામ પ્રકારની સુંદરતાની ઊજવણી પણ કરે છે. આ સ્પર્ધાઓ સ્થાનિક લોકો અને મુલાકાતીઓને નવી દૃષ્ટિથી ગુજરાતને નિહાળવા અને તેના છૂપાયેલા ખજાનાથી માંડીને નયનરમ્ય આકાશી દૃશ્યો સુધીના આકર્ષણોને શોધવા પ્રેરિત કરે છે. ભાગ લેનારાઓને તેમની રચનાત્મકતા અપનાવવા અને તેમની પોતાની નજરેથી ગુજરાતની વાર્તા રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ગુજરાત ટુરિઝમે રાજ્યની અજાણી સુંદર જગ્યાની ઉજવણી  માટે આકર્ષક ફોટો કોન્ટેસ્ટ લોન્ચ કરી 3 - image


Google NewsGoogle News