Get The App

ગુજરાતમાં વિદ્યાસહાયકોની 13 હજારથી વધુ જગ્યા પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં વિદ્યાસહાયકોની 13 હજારથી વધુ જગ્યા પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ 1 - image


Teacher Recruitment in Gujarat: ગુજરાત સરકારે પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટા પાયે ભરતીની જાહેરાત કરાઈ હતી. જેમાં કુલ 13, 852 જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતી કરાશે. જેને લઈને આજથી (સાતમી નવેમ્બર) ઓનલાઈન અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ 16મી નવેમ્બર છે.

અહીં ઓનલાઈન અરજી કરી શકશે

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં 5000 જગ્યાઓ માટે ભરતી કરાશે. ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7000 જગ્યા પર ભરતી કરાશે. જ્યારે ધોરણ 1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતી માટે ગુરૂવાર (સાતમી નવેમ્બર)થી ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 16મી નવેમ્બર છે. અરજી કરના ઉમેદવારોએ ભરતી અંગેનું ઓનલાઈન અરજી પ્રત્રક vsb.dpegujarat.in ઉપર ભરી શકાશે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ઝિકા વાયરસનો કેસ પોઝિટિવ આવતા હડકંપ, આરોગ્ય વિભાગ થયું દોડતું


કોણ અરજી કરી શકે?

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં નવા શિક્ષકોની ભરતી એટ્લે કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. તેમજ વિદ્યાસહાયકને પ્રથમ 5 વર્ષ ફિક્સ 26,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે TET-1 અથવા TET-2 પાસ અકરેલી હોવી જરૂરી છે. 

ગુજરાતમાં વિદ્યાસહાયકોની 13 હજારથી વધુ જગ્યા પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ 2 - image


Google NewsGoogle News