Get The App

નવા વર્ષના પ્રારંભ સાથે કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિ.મી દૂર

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
નવા વર્ષના પ્રારંભ સાથે કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિ.મી દૂર 1 - image


Earthquake in Kutch: નવા વર્ષના પ્રારંભે કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં બસ-ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર, 3નાં મોત, વાહન છૂટા પાડવા 3 ક્રેઇનની મદદ લેવાઈ

નવેમ્બર-2024માં સૌથી વધુ ભૂકંપના 8 આંચકા નોંધાયા

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી.

આ પણ વાંચોઃ નવા વર્ષની સાથે જ રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત, મનમાની રીતે નહીં વસૂલી શકે ભાડું

13માંથી 7 આંચકાનું કચ્છમાં એપિસેન્ટર હતું. વર્ષ 2024માં 6 આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઈ હતી. જેમાં 15 નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારે પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર હતું.


Google NewsGoogle News