Get The App

રાજ્યમાં ડૂબી જવાની ઘટનામાં ત્રણના મોત, સુરતમાં બે યુવાનો, અમરેલીમાં એક કિશોર ડૂબ્યો

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
રાજ્યમાં ડૂબી જવાની ઘટનામાં ત્રણના મોત, સુરતમાં બે યુવાનો, અમરેલીમાં એક કિશોર ડૂબ્યો 1 - image


Amreli-Surat News: અમરેલી અને સુરત જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલીના સાવરકુંડલા અને સુરતના મહુવામાંથી ડૂબી જવાથી મોતના બનાવ સામે આવ્યા છે. સાવરકુંડલાના શેલણા ગામમાં સ્થાનિક તળાવમાં કિશોરના ડૂબી જવાની ઘટના સામે આવી છે. કિશોરના ડૂબવાની જાણ થતાં જ ગામના લોકો એકઠા થઈ ગયાં હતાં અને ફાયરની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, ફાયર વિભાગ તેને બહાર કાઢે ત્યાં સુધીમાં યુવકનું મૃત્યુ થઈ ચુક્યું હતું. બીજી બાજુ સુરતમાં નદીમાં ન્હાવા ગયેલા બે મિત્રોનું ડૂબી જવાથી મોત થયું છે. 

શું હતી ઘટના? 

સાવરકુંડલાના શેલણા ગામમાં લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સાવરકુંડલાના ઠવી ગામના આ યુવકની ઓળખ વિક્રમ જયસુખ કુકાવા તરીકે ઓળખ થઈ છે. યુવક પોતાના ફોઈના ઘરે શેલણા ગામે આવ્યો હતો. જ્યાં લગભગ ત્રણ વાગ્યાની આસપાસ બે-ત્રણ બાળકો ન્હાવા માટે પડ્યા હતાં. તે દરમિયાન આ કિશોર લપસીને તળાવમાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ સહિત મોટી સંખ્યામાં લોકો તળાવે પહોંચી ગયા હતાં. જોકે, એકાદ કલાકની મહેનત છતાં કિશોર ન મળતાં તાત્કાલિક અમરેલી ફાયર વિભાગની ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો. 

રાજ્યમાં ડૂબી જવાની ઘટનામાં ત્રણના મોત, સુરતમાં બે યુવાનો, અમરેલીમાં એક કિશોર ડૂબ્યો 2 - image

આ પણ વાંચોઃ પાવાગઢ: મહાકાળી મંદિરમાં ચોરી કરનાર ઝડપાયો, 78 લાખના આભૂષણ ચોરી કરી ટ્રકમાં છૂપાવ્યા હતા

ફાયર વિભાગની ટીમની એક કલાકની મહેનત બાદ કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તેને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં યુવકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર ફાઇટર, સાવકુંડલા મામલતદાર અને પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

રાજ્યમાં ડૂબી જવાની ઘટનામાં ત્રણના મોત, સુરતમાં બે યુવાનો, અમરેલીમાં એક કિશોર ડૂબ્યો 3 - image

સુરતમાં ડૂબી જવાથી મોત

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા બે મિત્ર રોશન પટેલ અને વિરલ ખલાસી સાંબા ગામે તેમના મામાને ત્યાં ખેતીના કામકાજ માટે આવ્યા હતા. ખેતીના કામકાજ બાદ બપોરે તેમના પિતરાઈ ભાઈઓ સાથે બંને જણા સાંબા ગામે આવેલી અંબિકા નદી પારના બામણીયા ભૂત મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પાછા ફરતા સમયે તેઓ નદીમાં નાહવા પડ્યા હતા. નાહીને બહાર નીકળતા સમયે બંને પૈકીના એક યુવકનો પગ લપસી જતાં તે નદીના પાણીના ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો. તેને બચાવવા જતાં અન્ય યુવક પણ પાણીમાં ઊતરતાં તે પણ ઊંડા વહેણમાં તણાયો હતો.

આ પણ વાંચોઃ પંચમહાલ: ગરીબોના હકના અનાજનું બારોબાર વેચાણ, રાશનની દુકાનના 20 કાળાબજારિયા સામે કાર્યવાહી

પોલીસે હાથ ધરી તપાસ

બંને યુવક અંબિકા નદીના પાણીમાં ગરકાવ થતાં ભારે હોહા વચ્ચે સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં શોધખોળ ચાલુ કરી હતી. પણ નદીમાં ડૂબનાર બંને યુવાનની કોઈ ભાળ ન મળતાં ઘટના અંગે બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતાં ઘટના સ્થળે પહોંચેલી બારડોલી ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયોએ ભેગા મળી ગણતરીના કલાકોમાં નદીમાં 27 વર્ષના રોશન પટેલ અને 35 વર્ષના વિરલ ખલાસીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News