Get The App

ગુજરાતથી હરિદ્વાર ગંગા સ્નાન કરવા આવ્યો હતો પરિવાર, સૌની નજર સામે ભાઈ-બહેનના ડૂબી જતાં મોત

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
ગુજરાતથી હરિદ્વાર ગંગા સ્નાન કરવા આવ્યો હતો પરિવાર, સૌની નજર સામે ભાઈ-બહેનના ડૂબી જતાં મોત 1 - image
પ્રતિકાત્મક તસવીર

Gujarat News: ગુજરાતથી હરિદ્વાર ગંગા સ્નાન માટે પહોંચેલા શ્રદ્ધાળુ પરિવાર સાથે એક મોટો અકસ્માત થયો હતો. આ પરિવારના બાળકોની ગંગામાં ડૂબવાથી મોત થઈ ગઈ છે. આ હ્રદયદ્વાવક અકસ્માત બુધવારે સવારે ઉત્તર હરિદ્વારના સંતમત ઘાટ પર થયો હતો.

આ પણ વાંચોઃ શ્વાસ લેતી વખતે સિસોટીનો અવાજ આવતો: સિવિલના ડોક્ટરોએ બાળકની સર્જરી કરી શ્વાસનળીમાંથી સિસોટી કાઢી

શું હતી ઘટના?

ગુજરાતના તાપી જિલ્લાના બાજીપુરા ગામ નિવાસી વિપુલ પવાર પોતાના પરિવાર સાથે ગંગા દર્શન અને સ્નાન માટે હરિદ્વાર પહોંચ્યા હતા. બુધવારે (25 ડિસેમ્બર) લગભગ સવારે 10 વાગ્યે આખો પરિવાર ઉત્તર હરિદ્વારના પરમાર્થ ઘાટ પાસે સંતમત ઘાટ પર ગંગા સ્નાન કરી રહ્યા હતાં. સ્નાન દરમિયાન વિપુલ પવારની 13 વર્ષની દીકરી પ્રત્યૂષા અને 6 વર્ષનો દીકરો દર્શ અચાનક ગંગાના તેજ પ્રવાહમાં વહી ગયા. પરિવાર અને ઘાટ પર હાજર અન્ય શ્રદ્ધાળુ બાળકોને બચાવવા માટે દોડ્યા, પરંતુ પ્રવાહ વધુ હોવાના કરાણે અને પાણી ઊંડુ હોવાથી તે બચાવવામાં અસફળ રહ્યા. જોતજોતામાં બાળકો દેખાતા બંધ થઈ ગયાં.

આ પણ વાંચોઃ બાબાસાહેબની મૂર્તિને ખંડિત કરનાર આરોપીઓનો 'વરઘોડો' કાઢ્યો, કાન પકડી માફી મંગાવી, ફરાર ત્રણ આરોપી ઝડપાયા

સમગ્ર ઘટનાની માહિતી મળતા જ સપ્તઋષિ પોલીસ ચોકી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે નદીમાં શોધખોળ કરી બાળકોની શોધ કરી હતી. થોડી વાર બાદ બંનેને પાણીમાંથી બેભાન સ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યા. બાદમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી બંનેને હરિદ્વાર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. હાલ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. 



Google NewsGoogle News