ગુજરાતના આ શહેરની પોલીસને મળ્યો ‘AI મિત્ર’, હવે સાયબર માફિયાની ખેર નહીં

AI Chatbot ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ગુજરાતના આ શહેરની પોલીસને મળ્યો ‘AI મિત્ર’, હવે સાયબર માફિયાની ખેર નહીં 1 - image


Surat Cyber Mitra: ટેકનોલોજીના જમાનામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. આવી ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસે AI-powered chatbot લોન્ચ કર્યું છે, તેને સુરત સાયબર મિત્ર નામ આપવામાં આવ્યું છે. જેનો હેતું સાયબરના ફ્રોડ સામે લડવા અને લોકોને સુરક્ષિત રાખવાનો છે.

સુરત સાયબર મિત્ર કેવી રીતે કામ કરે છે?

સુરત સાયબર ક્રાઇમ ACP એ.પી. ગોહિલે જણાવ્યું હતું કે, 'આ AI Chatbotનો હેતુ સુરતને સાયબર સેફ સીટી બનાવવાનો છે. આખા ભારતમાંથી કોઈ પણ વ્યક્તિ આ ચેટબોટ સાથે કનેક્ટ થઈ શકે છે. આના માટે માત્ર Hi લખની વોટ્સએપ નંબર 93285-23417 પર સેંડ કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને છે તો આ Chatbot તરત જ એક્શન લેવામાં મદદ કરશે. સાથે જ તે યુઝર્સને કમ્પલેન્ટ રજિસ્ટ્રેશન પ્રોસેસને લઈને પણ ગાઇડ કરે છે.'

આ સાયબર ચેટબોટ 24*7 સુરતના લોકોને સાઈબર સુરક્ષાની માહિતી આપશે. આ ચેટબોટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. જો કે, સુરત સાયબર મિત્રની ક્ષમતાને વધારવા પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. 


Google NewsGoogle News