ડુમસનું જમીન કૌભાંડ, જમીન માફિયા સાથે ભાજપના વગદાર નેતાનો ઘરોબો

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
ડુમસનું જમીન કૌભાંડ, જમીન માફિયા સાથે ભાજપના વગદાર નેતાનો ઘરોબો 1 - image


Surat Dumas land Scam: સુરતના ડુમસનું રૂ.2 હજાર કરોડનું જમીન કૌભાંડ હાલ ચર્ચાના એરણે છે. ખુદ ભાજપ હાઈકમાન્ડે પણ આ કરોડોના જમીન કૌભાંડને લઈને ગંભીર નોંધ લીધી છે. ચર્ચા એવી છે કે, ડુમસ જમીન કૌભાંડમાં સંડોવાયેલાં જમીન માફિયા સાથે ભાજપના જ એક વગદાર નેતાનો નજીકનો ઘરોબો રહ્યો છે. જો વગદાર નેતાના સબંધોની તપાસ કરવામાં આવે તો જમીન કૌભાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. 

કૌભાંડમાં રાજકીય નેતાની સંડોવણી 

મહત્વની વાત એ છે કે, રાજકીય પીઠબળ વિના એક સનદી અધિકારી કરોડોના જમીન કૌભાંડને અંજામ આપી શકે નહીં. એવુ જાણવા મળ્યુ છે કે, જમીન કૌભાંડીઓ સાથે સંકળાયેલાં આ વગદાર નેતાને ભાજપ હાઈકમાન્ડે ખુલાસો પૂછવા દિલ્હી બોલાવી રીતસર ખખડાવ્યા હતા.  

જમીન કૌભાંડ બહાર આવતાં આઈએએસ સસ્પેન્ડ

સુરતમાં ડુમસમાં સર્વે નંબર 311-3ની 2.17 લાખ ચોરસ મીટર સરકારી પડતર જમીન ગુણોતિયાના નામે કરાવી દેવાના જમીન કૌભાંડ બહાર આવતાં આઈએએસ આયુષ ઓકને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. સરકારના આ પગલાં અધૂરા છે. સામાન્ય માણસને પણ અંદાજ આવી જાય કે, કરોડોના જમીન કૌભાંડ રાજકીય દોરીસંચાર કે રાજકીય પીઠબળ વિના શક્ય નથી.

ભાજપના એક વગદાર નેતાની સંડોવણી

ચર્ચા છે કે, ભાજપના એક વગદાર નેતાને જ કલેક્ટર આયુષ ઓકને દોરીસંચાર રહ્યો છે. ખુશામતખોરીના જોરે આ જ વગદાર નેતાની સંપત્તિનો ગ્રાફ સડસડાટ વધ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સંપત્તિ અનેક ગણી વધી છે. ડુમસ જમીન કૌભાંડમાં ગણોતિયા તરીકે જે લાભાર્થી પરિવાર છે તે જ ભાજપના વગદાર સાથે નજીકના સંબંધો ધરાવે છે. 

પુરાવા સોશિયલ મીડિયા પરથી ડીલીટ

આજ ગણોતિયાના રિયલ એસ્ટેટથી માંડીને ગેમઝોનમાં ઘણુ મોટુ રોકાણ કર્યું છે. આ કરોડોની જમીનના કૌભાંડના મૂળમાં કોણ છે તે હજુબહાર આવ્યુ નથી. પણ જયારે કોંગ્રેસના નેતાઓએ આ જમીન કૌભાંડ ઉજાગર કર્યુ ત્યારથી ગણોતિયા-જમીન માફિયા અને ભાજપના વગદાર નેતાના ફોટા સાથેના પુરાવા સોશિયલ મીડિયામાં ડિલીટ કરી દેવાયા છે. 

ઉદ્યોગગૃહને જમીન આપતી બખતે પણ મસમોટુ કમિશન લીધુ હતું

હરહંમેશ ફેસબુકથી માંડીને ટિવટર પર છવાયેલાં રહેતાં ભાજપના આ વગદાર નેતા હાલ જાણે એકદમ શાંત પડ્યા છે. ભૂતકાળમાં પણ રુપાણી સરકારમાં વખતે પણ આ જ ભાજપના નેતાઓની એક કૌભાંડમાં સંડોવણી બહાર આવી હતી. એવી પણ ચર્ચાએ જોર પકડયુ છે કે, ભાજપના આ વગદાર નેતાએ દહેજમાં એક ઉદ્યોગગૃહને જમીન અપાવી મસમોટુ કમિશન લીધુ હતું. 

દિલ્લી હાઈ કમાન્ડે માંગ્યો ખુલાસો 

આ ઉપરાંત સુરતમાં મોટાગજાના બિલ્ડરોની શહેર અને આસપાસની જમીનોને રિઝર્વેશનમાંથી મુક્ત કરાવવામાં અહમ ભૂમિકા ભજવી છે. આ જમીનને રિઝર્વેશનમાંથી મુક્ત કરાવી કરોડોની કમાણી કરી છે. ભાજપના આ વગદાર નેતાઓના કૌભાંડની સિલસીલાબંધ વિગતોથી દિલ્હી હાઈકમાન્ડને વાકેફ કરાયા હતાં. જેથી થોડાક દિવસ પહેલાં હાઈકમાન્ડે ખુલાસો પૂછવા તેડુ મોકલ્યુ હતું. હાઈકમાન્ડ સમક્ષ ખુલાસો રજૂ કરતાં આ વગદાર નેતાને રીતસર પરસેવો વળી ગયો હતો. સુરતમાં આ વગદાર નેતાએ સરકાર સાથે રહીને પ્રજાના કામોને દેખાડો કરીને માત્ર કમાણી જ કરી છે.

ડુમસનું જમીન કૌભાંડ, જમીન માફિયા સાથે ભાજપના વગદાર નેતાનો ઘરોબો 2 - image


Google NewsGoogle News