Get The App

ગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ 'ઠોઠ', દર વર્ષે નાપાસ થનારાઓનો આંકડો જાણી માથું ફરી જશે!

2016 સુધી 26 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થતા હતા

આજે વિશ્વ માતૃભાષા દિવસ પર ચોંકાવનારો અહેવાલ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
ગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ 'ઠોઠ', દર વર્ષે નાપાસ થનારાઓનો આંકડો જાણી માથું ફરી જશે! 1 - image

image : IANS / Representative Image 



Gujarati language News | માતૃભાષા ગુજરાતીમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓનો પાયો હજુ કાચો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. છેલ્લાં કેટલાક વર્ષના ધોરણ 10નાં ગુજરાત બોર્ડના પરિણામ પર નજર કરવામાં આવે તો અંદાજે 1 લાખ જેટલાં વિદ્યાર્થિઓ ગુજરાતીમાં જ નાપાસ થતાં જણાય છે. 

આંકડાઓ પર કરો એક નજર... 

ગત વર્ષે ધો.10ની પરીક્ષામાં કુલ 6.25 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાંથી 96286 જેટલાં નાપાસ થયા હતા. 2022માં સ્થિતિ વધારે ખરાબ હતી. એ વખતે 6.64 લાખ પરીક્ષાર્થીઓમાંથી 1.18 લાખ નાપાસ થયા હતા. 

ગણિત, વિજ્ઞાન બાદ સૌથી અઘરો વિષય! 

જાણકારોના મતે ગણિત, વિજ્ઞાન બાદ જે વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થયા હોય તે વિષય છે ગુજરાતી. આજે ઘણા વિદ્યાર્થિઓની માતૃભાષા ગુજરાતી હોવા છતાં યોગ્ય રીતે ગુજરાતી લખતાં તો દૂર વાંચતા પણ નથી આવડતી. હવે માતૃભાષાની દિશામાં વિદ્યાર્થિઓનું સ્તર સુધરે તે દિશામાં શરૂઆતથી જ મહેનત કરવી પડશે. પાયો જ કાચો હશે તો તેનાથી આગળ જતાં ગુજરાતીમાં નબળું પરિણામ આવે તેવી સંભાવના વધી જાય છે. 

ગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ 'ઠોઠ', દર વર્ષે નાપાસ થનારાઓનો આંકડો જાણી માથું ફરી જશે! 2 - image

ગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ 'ઠોઠ', દર વર્ષે નાપાસ થનારાઓનો આંકડો જાણી માથું ફરી જશે! 3 - image




Google NewsGoogle News