નકલીની ભરમારઃ બોર્ડના પરિણામની તારીખને લઈને વાઈરલ થઈ ફેક અખબારી યાદી, બોર્ડે કરી સ્પષ્ટતા
GSEB result date clarification: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જાહેર કરાઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) અને ગુજકેટ (GUJCET) પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ 17મી એપ્રિલે જાહેર કરાશે તેવી બનાવટી અખબારી યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી. તેથી બોર્ડે કરી સ્પષ્ટતા છે કે,આ અખબારી યાદી બનાવટી છે. માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) અને ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા સત્તાવાર ક્યારે જાહેર થશે તેની અખબારી યાદી બોર્ડની વેબસાઈટ gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે.