આઠ લાખથી વધુ મોતીયાના ઓપરેશન સાથે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ
image : Socialmedia
- કેન્સર હોસ્પિટલમાં રોબોટિક મશીનની રેડિયોથેરાપીની સારવાર
અમદાવાદ,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર
ગુજરાતમાં યોજાયેલી તમામ વાઇબ્રન્ટ ગુજરાત શૃંખલાઓમાં ગુજરાતની હેલ્થકેર સિસ્ટમમાં સર્વગ્રાહી અભિગમ અપનાવીને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ પહેલ હાથ ધરીને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારાયો છે. ટેક્નોલોજીના ઉપયોગથી આરોગ્ય સેવાઓને અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકારે કરી છે. આજે મુખ્યમંત્રી મા યોજના અંતર્ગત રૂ. 10 લાખની વીમા સહાય ઉપલબ્ધ બની છે. રાજ્યમાં હાલ 1 કરોડ 95 લાખથી વધુ લાભાર્થીઓ આયુષ્માન કાર્ડ ધારક છે.
1.95 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ અપાયા
સરકારે ફેબ્રુઆરી-2022માં મોતીયા અંધત્વ નિવારણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. જે અંતર્ગત ફક્ત બે વર્ષના ટુંકા ગાળામાં 8,03,123 મોતીયાના સફળ ઓપરેશન કરાયા છે. આ સિધ્ધિ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. કિડનીની બિમારી ધરાવતા દર્દીઓને ઘર આંગણે ડાયાલિસીસની સુવિધા મળી રહે તે માટે ગત વર્ષે 'એ વન ડાયાલિસીસ પ્રોગ્રામ' અંતર્ગત નવીન 200થી વધુ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાયા છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત બન્યા છે.
હાલ રાજ્યમાં કુલ 272 જેટલા નિઃશુલ્ક ડાયાલિસીસ કેન્દ્રોમાં દર મહિને 1 લાખ 10 હજાર જેટલા ડાયાલિસીસ વિનામૂલ્યે કરાઈ રહ્યા છે.
કેન્સરની બિમારીમાં કિમોથેરાપીની સારવાર જિલ્લા સ્તર સુધી પહોંચાડવા માટે વન સ્ટેટ વન કિમોના ધ્યેયમંત્ર સાથે રાજ્યના તમામ જિલ્લામાં ડે-કેર કિમોથેરાપી સેન્ટર કાર્યરત કરાયા છે. ફક્ત 10 મહિનાના ટૂંકા ગાળામાં 81 હજાર કિમોથેરાપી સેશન કર છે.
સરકારી કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
બે વર્ષમાં 292 અંગદાન થયા અને 2422 જેટલા કેડેવર અને જીવંત ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષમાં 130 જેટલા અંગદાનમાં મળેલા 418 અંગો થકી 401 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. ફળીભૂત કરી રહી છે. 2 વર્ષ પહેલા રાજ્યમાં 31 મેડિકલ કૉલેજમાં 5500 જેટલી સ્મ્મ્જીની બેઠકો હતી. આજે રાજ્યામાં 40 મેડિકલ કૉલેજમાં 7050 જેટલી બેઠકો કાર્યરત થઇ છે.