મુંબઈ જવાનો પ્લાન કરતા હોવ તો વાંચી લો, 24થી 26 જાન્યુઆરી સુધીની ટ્રેનોમાં મોટા ફેરફાર
Indian Railway: રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. માહિમ અને બાન્દ્રા સ્ટેશન વચ્ચેના બ્રિજના પુનઃનિર્માણના કાર્યને પગલે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન બે ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ ચાર ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
રદ ટ્રેન
- 25 જાન્યુઆરીઃ મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો
- 26 જાન્યુઆરીઃ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો
આ પણ વાંચોઃ હોસ્પિટલમાં દાખલ થયેલી સિનિયર સિટીઝન મહિલાના મકાનમાંથી 11 તોલા દાગીનાની ચોરી
શોર્ટ ટર્મિનેટ
- 24 જાન્યુઆરીઃ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી સુધી દોડશે, બોરીવલી-દાદર વચ્ચે રદ.
- 25 જાન્યુઆરીઃ અમદાવાદ-દાદર ગુજરાત મેલ પાલઘર સુધી દોડશે, પાલઘર-દાદર વચ્ચે રદ.
શોર્ટ ઓરિજિનેટ
- 25 જાન્યુઆરીઃ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સુધી દોડશે, બોરીવલી-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ.
- 26 જાન્યુઆરીઃ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી ઉપડશે, દાદર-બોરીવલી વચ્ચે રદ.
આ પણ વાંચોઃ જંત્રીના સૂચિત ભાવ વધારાની નીતિથી મધ્યમવર્ગનો મરો, મિલકતો થશે મોંઘી
રીશેડ્યુલ ટ્રેન
- 25 જાન્યુઆરીઃ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:15 વાગ્યે ઉપડશે.
- 25 જાન્યુઆરીઃ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 45-50 મિનિટ રેગ્યુલેટ રહેશે.
- 25 જાન્યુઆરીઃ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ સવારે 6:40 વાગ્યે ઉપડશે.
- 26 જાન્યુઆરીઃ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સ. સવારે 8:15 વાગ્યે ઉપડશે.
- 26 જાન્યુઆરીઃ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સ. સવારે 8:15 વાગ્યે ઉપડશે.