GSSSB Recruitment 2024 : 502 જગ્યાઓ પર ભરતી, અરજી પ્રક્રિયા શરૂ; ફૉર્મ ભરતાં સમયે ધ્યાનમાં રાખો આ વસ્તુ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
GSSSB Recruitment


GSSSB Recruitment 2024 : રાજ્યમાં સરકારી ભરતીની તૈયારી કરતાં લાખો ઉમેદવારો સરકારી ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં GSSSB દ્વારા ભરતી અંગેનું નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત વિવિધ 502 જેટલી જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. 

20 જુલાઈ સુધી ભરતીના ફોર્મ ભરાશે

GSSSB ભરતી 2024 અંતર્ગત કૃષિ મદદનીશ, બાગાયત મદદનીશ અને મેનેજર પદ સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં નોંધણી કરવાતા ઈચ્છુક ઉમેદવારોએ 1 જુલાઈથી 20 જુલાઈની અંદરમાં ફોર્મ ભરવાનું રહેશે. તો ચાલો જાણીએ ભરતીની પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ અને પગારધોરણની શું છે જોગવાઈ.

કઈ પોસ્ટમાં કેટલી છે વેકેન્સી

- કૃષિ મદદનીશ, વર્ગ-3 (રાજકોટ વિભાગ) (જાહેરાત નં. 233/202425): 291

- કૃષિ મદદનીશ, વર્ગ-3 (વડોદરા વિભાગ) (જાહેરાત નં. 233/202425): 145

- બાગાયત સહાયક, બાગાયત નિરીક્ષકની કચેરી (જાહેરાત નં. 234/202425): 38

- બાગાયત મદદનીશ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જાહેરાત નં. 234/202425): 14

- મેનેજર (ગેસ્ટ હાઉસ/રેસ્ટ હાઉસ મેનેજર) (જાહેરાત નંબર 235/202425): 14

શૈક્ષણિક લાયકાતની શું છે જોગવાઈ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં અલગ-અલગ પદ પર 502 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરતીમાં જણાવેલા વિવિધ પદને લઈને અલગ-અલગ શૈક્ષણિક લાયકાત દર્શાવામાં આવી છે. ત્યારે કૃષિ સહાયક પદ માટે ઉમેદવારોને કૃષિ, બાગાયત, કૃષિ એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ અથવા કૃષિ સહકાર બેંકિંગ અને માર્કેટિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. જ્યારે બાગાયત સહાયકના પદ માટે, માન્ય કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓ અથવા પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા જરૂરી છે. આ ઉપરાંત, મેનેજરની જગ્યામાં હોટેલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેક્નોલોજી, હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન, ટૂરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા અથવા સ્નાતક/માસ્ટર/પીજી ડિપ્લોમાની આવશ્યકતા છે.

અરજી કઈ રીતે કરવી, કોને કેટલી ફી ભરવાની થશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા કૃષિ મદદનીશ, બાગાયત મદદનીશ અને મેનેજર પદ પર જાહેર કરવામાં આવેલી ભરતીમાં દરેક ઉમેદવારોએ OJASની સાઈટ પરથી ફોર્મ ભરી ફાઈનલ સબમિટ કરવાનું રહેશે. જેમાં જનરલ ઉમેદવારે રૂ.500 અને મહિલા/ઓબીસી/EWS/SC/ST/PWD ના ઉમેદવારે રૂ.400 અરજી ફી ભરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. 


Google NewsGoogle News