Get The App

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર 1 - image


GSHSEB Exam Date : રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, ત્યારે આગામી 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરુ થશે. 

ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ વર્ષ 2025 માટે ધોરણ-10(SSC) અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સહિતની બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફ્રેબુઆરીથી 13 માર્ચ દરમિયાન યોજાશે.

અહીં ક્લિક કરીને જાણો પરીક્ષાનો સમગ્ર કાર્યક્રમ

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર 2 - image

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર 3 - image

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર 4 - image

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર 5 - image

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર 6 - image

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર 7 - image

પરીક્ષાર્થીઓ આ અગત્યની સૂચના વાંચીને જવી

1. પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.

2. પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.

3. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.

4. પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ થડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ માત્ર ધોરણ 12 માટે સાદુ કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.

5. પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય/વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય/વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

6. સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (147) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.

7. વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને તા. 31-01-2025 સુધીમાં કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.

8. સિંધી ભાષાના પ્રશ્નપત્ર (005) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે.

9. તમામ પ્રવાહોના કમ્પ્યૂટર અધ્યયન વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.

10. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 12-45 નો રહેશે.

11. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યૂટર અધ્યયન (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે. જેનો સમય 3-00 થી 5-15 નો રહેશે.

12. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર (401), રીટેઇલ (403), બ્યુટી ઍન્ડ વેલનેસ (405), એપ્રિકલ્ચર (409), અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ (411), ઓટોમોટિવ (413), ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાઈવર (415), ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (417) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 11-45 નો રહેશે.

13. દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. જે દરમિયાન ઉમેદવારે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે શરૂઆતની 05 મિનિટ અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમોનુસાર સમય 1 કલાક / 2 કલાક / 3 કલાક આપવામાં આવશે.


Google NewsGoogle News