Get The App

ગુજરાત સમાચાર-GSTV પ્રેરિત શાંતિલાલ શાહ ફેલોશિપ પ્રોગ્રામ, યુવાઓને મળશે પત્રકારિતા કરવાની તક

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
Gujarat Samachar Fellowship Program


Gujarat Samachar Fellowship Program: 'ગુજરાત સમાચાર ગ્રુપ' દ્વારા ગુજરાતના આશાસ્પદ યુવક- યુવતીઓને પત્રકારત્વ ક્ષેત્રે યોગ્ય તક ઉપલબ્ધ કરાવવા તેમજ નવા પત્રકારોના મજબૂત ઘડતર માટે 13 જાન્યુઆરીથી 'શાંતિલાલ શાહ જર્નાલિઝમ ફેલોશિપ'ની પહેલ થઈ રહી છે, જે અંતર્ગત આ ક્ષેત્રમાં રસ ધરાવતા યુવક-યુવતીઓને તજજ્ઞો દ્વારા સઘન તાલીમ અને માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા પછી તેમને 'ગુજરાત સમાચાર', GSTV ઉપરાંત કોઇ પણ મીડિયા જૂથ સાથે જોડાઈને કારકિર્દી બનાવવાની સ્વતંત્રતા આપવામાં આવશે.

અનુભવી પત્રકારો સાથે કામ કરવાની તક

ફેલોશિપની અવધિ 9 મહિનાની રહેશે. જે દરમિયાન ઉમેદવારોને ડેસ્ક વર્ક, રિપોર્ટિંગ, એડિટિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ વગેરે કામગીરી આપવામાં આવશે તેમને ગુજરાત સમાચાર તથા GSTVની ચેનલ, વેબસાઈટ તેમજ સોશિયલ મીડિયાના ન્યૂઝરૂમમાં અનુભવી પત્રકારો સાથે કામ કરવાની તક મળશે. 

ફેલોશિપ માટે ઉમેદવારી નોંધાવવાની યોગ્યતા

- ઉંમર : મહતમ-25 વર્ષ

- ગુજરાતી ભાષા પર પકડ, જોડણી અને વ્યાકરણની જાણકારી

- સામાજિક-રાજકીય તથા વર્તમાન પ્રવાહો અંગેની જાણકારી અને તેમાં રુચિ હિન્દી તથા અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાની ક્ષમતા

- વાચન-લેખન તથા પત્રકારત્વમાં રસ અને તેમાં કામ કરવાની ધગશ

પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ મળી રહેશે 

તાલીમ દરમિયાન વીડિયો એડિટિંગ, ફોટોગ્રાફી, વેબ જર્નાલિઝમ, રિસર્ચ, ઇન્ટરવ્યૂ પ્લાનિંગ વગેરેમાં તેમને સહભાગી બનાવવામાં આવશે અને વરિષ્ઠ પત્રકારો, લેખકો દ્વારા પ્રેક્ટિકલ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે.

તાલીમ પૂર્ણ થયા બાદ મળશે સર્ટિફિકેટ 

ફેલોશિપની મહત્તમ સંખ્યા 10 રહેશે. પ્રથમ ત્રણ મહિના માસિક રૂપિયા 5 હજાર, પછીના 6 મહિના માસિક રૂપિયા 10 હજાર સ્ટાઈપેન્ડ મળશે. પ્રથમ 3 મહિના તાલિમનો સમય ચાર કલાક અને પછીના 6 મહિના તાલીમનો સમય 8 કલાકનો રહેશે. 9 મહિનાની તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ આપવામાં આવશે.

25 ડિસેમ્બર પહેલા કરો અરજી 

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારોને પરીક્ષાની તારીખ, સ્થળ અને સમયની જાણ કરવામાં આવશે. અરજદારોએ 25 ડિસેમ્બર, 2024 સુધીમાં ઈમેલ એડ્રેસ gstvfellowship@gmail.com પર અરજી સાથે રિઝ્યુમ મોકલવાનો રહેશે. 


Google NewsGoogle News