ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી નેતાના પત્ની ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન
Zakia Jafri Died: ગુજરાત 2002 રમખાણોની પીડિતા ઝાકિયા જાફરીનું નિધન થઈ ગયું છે. ઝાકિયા જાફરી પૂર્વ કોંગ્રસ સાંસદ એહસાન જાફરીના પત્ની હતાં. એહેસાન જાફરી 2002ના ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે માર્યા ગયા હતાં. ઝાકિયા જાફરીએ રમખાણો પાછળ મોટા ષડયંત્રનો આરોપ લગાવતા ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માંગ કરતાં કાયદાકીય લડાઈ લડી હતી.
આ પણ વાંચોઃ વડોદરા: એક વર્ષથી રજૂઆત બાદ તંત્રની આંખ નહી ઉઘડતા યુવક વોર્ડ ઓફિસે ઉપવાસ પર ઉતર્યો
86 વર્ષની વયે થયું નિધન
મળતી માહિતી મુજબ, ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ અમદાવાદમાં છેલ્લાં શ્વાસ લીધા હતાં. 2006થી ગુજરાત સરકાર સામે લાંબી કાયદાકીય લડાઈ લડવાના કારણે તે પીડિયો માટે ન્યાયની લડાઈનો ચહેરો બન્યા હતાં.
આ પણ વાંચોઃ કરજણ પાલિકા, તા.પં. અને નગરપાલિકા પેટા ચૂંટણી: ભાજપના ઉમેદવારો જાહેર થતા પ્રચાર શરૂ
ઝાકિયાના દીકરાનું નિવેદન
ઝાકિયા જાફરીના દીકરા તનવીર જાફરીએ જણાવ્યું કે, 'મારી મા અમદાવાદમાં મારી બહેનના ઘરે ગઈ હતી. તેએ પોતાની સવારની દિનચર્યા પૂરી કરી અને પોતાના પરિવાર સભ્યોની સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેને ગભરામણ થવા લાગી, ત્યારે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન આશરે 11:30 વાગ્યે તબીબોએ તેને મૃત જાહેર કરી.'