ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી જાહેરઃ રાજ્યની 36 GW સોલર અને 143 GW વિન્ડ ક્ષમતાનો ઉપયોગ કરાશે
ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર, વિન્ડ, રૂફટોપ, વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવાશે
નવી રિન્યૂએબલ એનર્જી પોલિસી અંતર્ગત 2030 સુધીમાં સમગ્ર વિજ ઉત્પાદનનો 50 ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જી દ્વારા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ
અમદાવાદઃ (Gujarat Government)ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નવી ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી 2023 જાહેર કરી છે.(Gujarat Renewable Energy Policy 2023 )આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રિન્યૂએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેતી આગવી પોલીસી છે. (Cm Bhupendra patel)એટલું જ નહીં, આ પોલીસી (Solar and Wind Capacity Utilized)અંતર્ગત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર અને વિન્ડ, રૂફટોપ વિન્ડ અને વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવામાં આવશે.
પાંચ લાખ કરોડનું રોકાણ થવાની પણ સંભાવનાઓ
આ પોલિસીનો ઓપરેશનલ સમયગાળો નવી પોલીસી જાહેર થતાં સુધીનો અથવા 2028 સુધીનો રાખવામાં આવ્યો છે.ગુજરાતે આ નવી રિન્યૂએબલ એનર્જી પોલિસી અંતર્ગત 2030 સુધીમાં સમગ્ર વિજ ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જી દ્વારા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે આ પોલિસીમાં વિવિધ સુવિધાઓ પ્રદાન કરવાની જોગવાઈઓ કરેલી છે. રાજ્યની સંભવિત રિન્યૂએબલ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે તેમજ અંદાજે 4 લાખ એકર જમીનનો ઉપયોગ આ પોલીસી હેઠળ આવનારા પ્રોજેક્ટસમાં થવાની સંભાવના રાખવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાતના રિન્યૂએબલ એનર્જી પોલિસી-2023ના પરિણામે પાંચ લાખ કરોડનું રોકાણ થવાની પણ સંભાવનાઓ છે.
નોડલ એજન્સી તરીકે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી
આ પોલીસી હેઠળના લાભો પ્રોજેક્ટ કમિશનીંગ તારીખથી 25 વર્ષના અથવા રિન્યૂએબલ પ્રોજેક્ટસના લાઈફ ટાઈમ સમયગાળા પૈકી જે વહેલું હોય તે માટે લાગુ થશે. આ પોલીસી અન્વયે પ્રોજેક્ટની નોંધણી, માન્યતા, કમિશનીંગ પ્રમાણપત્ર અને માસિક પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી – GEDA કાર્યવાહી કરશે. તેમજ પોલીસીના અમલીકરણ, સંકલન અને દેખરેખ એજન્સી તરીકે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNL કામગીરી હાથ ધરશે.
ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023ની જોગવાઈઓ
કન્ઝ્યુમરની કોન્ટ્રાકટ ડિમાન્ડના સંદર્ભમાં RE પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે કેપેસીટી પર કોઈ નિયંત્રણો નથી
કન્ઝ્યુમરના વપરાશ સામે RE પાવર સેટલમેન્ટ, બિલિંગ સાયકલના આધારે હાથ ધરાશે
ગ્રીન પાવર સપ્લાય ટેરિફ પર ગ્રાહકની વિનંતી પર 100% RE ઊર્જા સપ્લાય
રૂફટોપ પ્રોજેક્ટ્સ માટે નેટ મીટરિંગ અથવા ગ્રોસ મીટરિંગનો વિકલ્પ ઉપલબ્ધ
નાના પાયે રૂફટોપ વિન્ડ પ્રોજેક્ટ્સ કન્ઝ્યુમર દ્વારા સ્થાપિત કરી શકશે
ઓફશોર વિન્ડના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.
પોલિસી વિન્ડ ટર્બાઈન જનરેટર-WTG ઉત્પાદકો અને RE ડેવલપર્સને પ્રોટોટાઇપ WTGs ઇન્સ્ટોલ કરવા સુવિધા આપશે
વિન્ડ ટર્બાઇન જનરેટરના રિપાવરિંગને પ્રોત્સાહન આપશે
સ્ટેન્ડઅલોન વિન્ડ અથવા સોલાર પાવર પ્લાન્ટને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવાની સુવિધા મળશે
રહેણાંક ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌર ઊર્જા પર કોઈ બેંકિંગ શુલ્ક લાગુ થશે નહીં
અન્ય ગ્રાહકો માટે GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત બેંકિંગ શુલ્ક લાગુ પડશે
આ પોલિસી જે RE પાર્કને પ્રોત્સાહન આપે છે તેમાં સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અને હાઇબ્રિડ પાર્કનો સમાવેશ
નહેરો, નદીઓ પર ફ્લોટિંગ સૌર પ્રોજેક્ટ વિકસાવી શકાશે
કેપ્ટિવ પાવર પ્રોજેક્ટ પર ક્રોસ-સબસિડી સરચાર્જ અને વધારાનો સરચાર્જ લાગુ થશે નહીં
ડિસ્કોમ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલ RE પ્રોજેક્ટ્સમાંથી પાવર મેળવવા માટે કરાર કરશે
ISTS કનેક્ટેડ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની બહાર પાવર નિકાસ કરી શકાશે
ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત સિંગલ વેબ પોર્ટલ રહેશે